Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શહેરીજનોને લાભ લેવા જામ્યુકોની અ૫ીલઃ
જામનગર તા. ૧૭ઃ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીના ઠરાવ અનુસાર શહેરીજનો માટે વધુ એક તક બાકી વેરા સહેલાઈથી ભરપાઈ કરવા માટે આપવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકા દવારા મિલ્કત વેરા - વોટર ચાર્જ - વ્યવસાય વેરા માં ૧૦૦ ટકા વ્યાજ માફી યોજના તા.૧૫/૦૨/૨૦૨૪ થી તા.૩૧/૦૩/૨૦૨૪ સુધી જાહેર કરવામાં આવી છે. આ સોનેરી તકનો લાભ લેવા જામનગર શહેરના શહેરીજનોને જાહેર અપીલ કરવામાં આવી છે.
મિલ્કત વેરા અને અન્ય સંલગ્ન વાર્ષિક કર દર સાલે તાં. ૧, એપ્રિલ અને તાં.૧, ઓકટોબર ના ડયુ થાય છે .અને તે દર છ માસે એડવાન્સમાં ભરપાઈ કરવાના રહે છે. શહેર હદ વિસ્તારમાં મિલ્કત ધરાવતાં તમામ શહેરીજનો ને આ પ્રેસનોટ થી સુમાહિતગાર કરવામાં આવે છે કે જો આપ શહેરી હદ વિસ્તારમાં કોઈપણ મિલ્કત ધરાવતાં હોય તો આપ મિલ્કતવેરા અને તેને સંલગ્ન વેરા ભરવા જવાબદાર છો અને એ પણ એડવાન્સમાં એટલે કે, ૧, એપ્રિલ અને ૧, ઓક્ટોબર નાં .
ચાલુ નાણાંકિય વર્ષ ૨૦૨૩ - ૨૪ ના બિલો બજવણીની પ્રક્રિયા હાલે ચાલુ હોય પરંતુ જે આસામી / શહેરીજનો ને બિલો પ્રાપ્ત થયેલ ન હોય, તે જામનગર મહાનગરપાલિકાની વેબસાઈટ ુુુ.દ્બષ્ઠદ્ઘટ્ઠદ્બહટ્ઠખ્તટ્ઠિ.ર્ષ્ઠદ્બ પર થી ડાઉનલોડ કરી મેળવી શકશે. અથવા તો જામનગર મહાનગરપાલિકાની મિલ્કતવેરા શાખામાંથી રૂબરૂ મેળવી શકશે. ગુજરાત રાજય વ્યવસાય, વ્યાપાર, ધંધા અને રોજગાર વેરા અધિનિયમ - ૧૯૭૬ અન્વયે વ્યવસાય વેરા ના કાયદાના અમલીકરણ અને સતા ની જવાબદારી જામનગર મહાનગરપાલિકા ને સોંપવામાં આવેલ છે. જેમાં વાર્ષિક હોલ્ડરોને વાર્ષિક વ્યવસાય વેરા તા.૩૦/૦૯ સુધી ભરપાઈ કરવાની રહે છે તથા રજીસ્ટ્રેશન હોલ્ડરોનો વ્યવસાયવેરો દર માસે ભરપાઈ કરવાનો રહે છે. વર્ષ ૨૦૨૩-૨૪ સુધી ભરપાઈ કરવાનો બાકી હોય, તેવા બાકીદારોને આ પ્રેસનોટ થી ઉપરોકત સમયગાળા દરમ્યાન વ્યાજમાફી ની જાણ કરવામાં આવે છે.
જામનગર મહાનગર પાલિકામાં ટેકસ સ્વીકારવા માટે મહાનગર પાલિકાની મુખ્ય કચેરી, શરૂસેકશન સિવિક સેન્ટર, રણજીત નગર સિવીક સેન્ટર તથા ગુલાબનગર સિવીક સેન્ટર, રીકવરી વેન તથા જામનગર મહાનગરપાલિકાની વેબસાઈટ પર અને એચડીએફસી બેંક, આઈડીબીઆઈ, નવાનગર બેંક ની તમાંમ બ્રાન્ચોમાં પણ ભરપાઈ કરી શકાશે. આ વ્યાજ માફી નો લાભ મેળવી આપના બાકી રહેતા મિલકત વેરા- વોટર ચાર્જ અને વ્યવસાય વેરા જામનગર મહાનગરપાલિકા માં વહેલી તકે ભરપાઈ કરવા આસી. કમિશનર (ટેક્સ) જામનગર મહાનગર પાલિકા એ અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial