Advertisement
Author: નોબત સમાચાર

જામનગર-કાલાવડના ગ્રામ્ય પંથકમાં વીજ ચેકીંગઃ રૂા.૨૭ લાખની વીજચોરી

પાંચ દિવસમાં ૧૯૩.૬૧ લાખની વીજચોરીનું ડીટેક્શનઃ

જામનગર તા. ૧૭ઃ જામનગરની પીજીવીસીએલ કચેરી દ્વારા ગઈકાલે જામનગર તેમજ કાલાવડ તાલુકામાં વીજ ચેકીંગ હાથ ધરાતા રૂા.૨૭ લાખ ઉપરાંતની વીજચોરી મળી આવી હતી. પાંચમા દિવસની ચેકીંગ કાર્યવાહીમાં રૂા.૧૯૩.૬૧ લાખની વીજ ચોરી પકડાઈ ગઈ છે.

જામનગરની સ્થાનિક પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા વીજચોરી ડામવા શરૂ કરાયેલી ચેકીંગ ડ્રાઈવ અંતર્ગત ગઈકાલે જામનગર તાલુકા તથા કાલાવડના ગ્રામ્ય પંથકોમાં ચેકીંગ કરાયું હતું.

૫૫ ટૂકડીઓ ચેકીંગ માટે ખરેડી, ખંઢેરા, મેડી, જગા, મોટી વાવડી, નિકાવા, બેડીયા તથા નવાગામ સહિતના ગામોમાં પહોંચી હતી. કુલ ૫૫૭ વીજજોડાણો ચકાસવામાં આવ્યા હતા. જેમાંથી ૮૦ જોડાણમાં ગેરરીતિ જોવા મળતા તેના ધારકોને રૂા.૨૭ લાખ ૧પ હજારના પુરવણી બીલ ફટકારવામાં આવ્યા છે.

આ ટૂકડીઓની સાથે સ્થાનિક પોલીસના ૨૦ જવાન અને એસઆરપીના ૧૧ જવાન તેમજ ત્રણ વીડિયોગ્રાફર જોડાયા હતા. સોમવારથી શરૂ કરાયેલી વીજ ચેકીંગ કાર્યવાહીમાં જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી કુલ રૂા.૧૯૩.૬૧ લાખની વીજચોરી ઝડપાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh