Advertisement
Author: નોબત સમાચાર

હોસ્ટેલના ઓરડામાં ચાર્જીંગમાં મૂકેલા વિદ્યાર્થીઓના બે મોબાઈલની થઈ ચોરી

એસટી ડેપોમાંથી આઈફોન ઉપડી ગયોઃ

જામનગર તા. ૧૭ઃ જામનગરના એસટી ડેપોમાં બસની રાહ જોઈને ઉભેલા રાજકોટના એક આસામીના ખિસ્સામાંથી આઈફોન-૧૪ ચોરાઈ ગયો છે. જ્યારે હિમાલય સોસાયટીમાં એક હોસ્ટેલના ઓરડામાં ચાર્જીંગમાં પડેલા બે મોબાઈલ કોઈ તસ્કર તફડાવી ગયો છે.

રાજકોટના મોરબી રોડ પર સેટેલાઈટ ચોકમાં રહેતા વિમલભાઈ ભગવાનજી સુરાણી નામના આસામી ગયા સોમવારે સવારે જામનગરથી રાજકોટ જવા માટે બસમાં બેસવા એસટી બસ ડેપોમાં આવ્યા હતા. જ્યાં તેઓ પ્લેટફોર્મ નં.૧ પર બસની રાહ જોતા હતા.

આ વેળાએ આંગળીના કોઈ ઈલમીએ તેમના શર્ટના ખિસ્સામાંથી રૂા.૯૭૩૦૦ની કિંમતનો આઈફોન ૧૪ પ્રો મેક્સ મોબાઈલ સેરવી લીધો હતો. તેની થોડીવાર પછી જાણ થતાં વિમલભાઈએ ઉચ્ચક શ્વાસે મોબાઈલ શોધ્યો હતો પરંતુ નહીં મળતા તેઓએ ગઈકાલે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા તસ્કર સામે આઈપીસી ૩૭૯ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામના વતની અને હાલમાં નગરની હિમાલય સોસાયટીમાં જય માતાજી બોયઝ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો રૂપેશ પ્રેમજીભાઈ ડાભી નામનો વિદ્યાર્થી બુધવારે રાત્રે આઠેક વાગ્યે હોસ્ટેલના ઓરડામાં હતો ત્યાં તેણે પોતાનો રીયલમી કંપનીનો રૂા.૧૧ હજારનો મોબાઈલ તથા તેના મિત્ર પિયુષ મનસુખભાઈ ડાભીએ રૂા.૧૦ હજારનો મોબાઈલ ચાર્જીંગમાં મૂક્યો હતો. તે બંને મોબાઈલ ઓરડાની ખુલી રહી ગયેલી બારીમાં હાથ નાખી કોઈ શખ્સે તફડાવી લીધા છે. રૂપેશે સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh