Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રધાનમંત્રી કિસાન યોજનાના લાભાર્થીઓ માટે
ખંભાળિયા તા. ૧૭ઃ પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ ભારત સરકાર દ્વારા ૧૫મા હપ્તાથી ઈ-કેવાયસી ફરજિયાત કરાયું છે. જે ખેડૂત લાભાર્થીઓને ઈ-કેવાયસી કરાવવાનું બાકી હોય, ૧૫મો હપ્તો ન મળ્યો હોય તેવા ખેડૂતે આગામી ૧૬મો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી ફરજિયાત કરાવવાનું રહેશે.
વધુમાં જણાવ્યા અનુસાર તા.૨૧ ફેબ્રુઆરી સુધી રાષ્ટ્રવ્યાપી ઈ-કેવાયસી માટેની ઝુંબેશની શરૂઆત કરાઈ છે. જે અંતર્ગત ઈ-કેવાયસી બાકી હોય તેવા ખેડૂતોએ તા.૨૧ સુધીમાં ગ્રામ્યકક્ષાએ નજીકના કોમન સર્વિસ સેન્ટરમાં ઉપસ્થિત રહી બાયોમેટ્રીક ઓથેન્ટીફિકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવી લેવાનું રહેશે.
ખેડૂતો અન્ય પદ્ધતિઓ દ્વારા પણ ઈ-કેવાયસી પૂર્ણ કરી શકશે. ગ્રામ્યકક્ષાએ ગ્રામસેવક, તાલુકાકક્ષાએ તાલુકા વિસ્તરણ અધિકારી તેમજ જિલ્લાકક્ષાએ ખેતીવાડી અધિકારીની કચેરીએ રૂબરૂ ઉપસ્થિત રહીને ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ખેડૂતો ઈ-કેવાયસી કરાવી શકશે.
આ ઉપરાંત ગ્રામ્યકક્ષાએ કોઈપણ યુવાન પીએમ કિસાન મોબાઈલ એપનો ઉપયોગ કરી પીએમ કિસાનના લાભાર્થીનો આધાર ઓટીપીની મદદથી લોગ ઈન કરી અન્ય ૧૦ લાભાર્થીઓના ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઈ-કેવાયસી કરી શકે છે જે લાર્ભાર્થીઓનો આધાર સાથે મોબાઈલ લીંક હોય તેવા લાભાર્થીઓ આધાર ઓટીપી દ્વારા ઘરે બેઠા સરળતાથી જાતે જ ઈ-કેવાયસી કરી શકે છે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદી જણાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial