Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે જગન્નાથજીને ધાન્યા ધીવાસ અને ૧૦૮ કળશ સાથે જલયાત્રાઃ આવતીકાલ નગરયાત્રાઃ મહાસ્નાન
શ્રી જગન્નાથ કલ્ચરલ એસોસિએશન દ્વારા જામનગરમાં નૂતન જગન્નાથ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે. પાંચ દિવસ ચાલનારા આ મહોત્સવના પ્રથમ દિવસે શ્રી જગન્નાથજીના ધાન્યા ધીવાસ પછી ભાગવાનની ૧૦૮ કળશની જલયાત્રા નીકળી છે, જ્યારે આવતીકાલે બપોરથી ભગવાનની નગરયાત્રા અને મહાસ્નાન, શિખર સ્નાન વગેરે કાર્યોક્રમો યોજાશે. સોમવાર ને તા. ૧૯ મી ફેબ્રુઆરીના જગન્નાથ, બલભદ્ર, શુભપ્રજી, સુદર્શન તથા શિવ, ગણેશ, લક્ષ્મી, વિમલા, હનુમાનજીનો મંદિરમાં પ્રવેશ થશે. મંગળવાર ને ર૦ મી ફેબ્રુઆરીના સવારે ૧૦-૩૦ વાગ્યે ભગવાનના દર્શન થઈ શકશે. બપોર પછ લક્ષ્મી-જગન્નાથ વિવાહ અને શિવ-પાર્વતી વિવાહ ઉત્સવ, જગનનાથજીની અમૃતકથા વગેરે કાર્યક્રમો યોજાશે, જ્યારે પાંચમા દિવસે ર૧ ફેબ્રુઆરી ને બુધવારે સવારે ૧૧-૧૦ વાગ્યે જગન્નાથ પ્રભુજીની મહા ઉપચારપૂજા, વગેરે શ્રીમદ્ ભાગવદ્ ગીતા પારાયણ અને વાસુદેવ મહાયજ્ઞ પછી સાંજે સાત વાગ્યા પછી પુર્ણાહૂતી થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial