Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૭ઃ ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે જામનગર આર્મી ભરતી કાર્યાલય દ્વારા આગામી માસમાં આર્મી ભરતી મેળાનું આયોજન કરવામાં આવનાર છે. આ લશ્કરી ભરતી મેળામાં અગ્નિવીર સોલ્જર જનરલ ડ્યુટી (ઓલ આર્મ્સ) અગ્નિવીર સોલ્જર ટ્રેડમેન તમામ ટ્રેડ (ઓલ આર્મ્સ), અગ્નિવીર સોલ્જર ટેકનિકલ (ઓલ આર્મ્સ), તેમજ અગ્નિવીર સોલ્જર ક્લાર્ક/સ્ટોર કીપર ટેકનિકલ (ઓલ આર્મ્સ) ની કક્ષા પર ભરતી યોજાવાની છે. આ ભરતી રેલીમાં ભાગ લેવા માંગતા ફક્ત અપરિણીત પુરુષ ૧૭.પ થી ર૧ વર્ષના ઉમેદવારે તા. રર-૩-ર૦ર૪ સુધી ઓનલાઈન અરજી કરી શકશે. જેમાં પ્રથમ ઓનલાઈન કોમ્પ્યુટર લેખિત પરીક્ષા આપવાની રહેશે. વધુ માહિતી માટે આર્મી ભરતી કાર્યાલય જામનગર (૦ર૮૮) રપપ૦૭૩૪, ૮૮૬૬૯ ૭૬૧૭૭ અથવા રોજગાર કચેરીના હેલ્પલાઈન નંબર ૦ર૮૮-રપ૬૪૬પ૪ પર સંપર્ક કરવા મદદનીશ નિયામક રોજગાર, જામનગરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial