Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની તમામ અદાલતમાં આવતા મહિને યોજવામાં આવશે લોકઅદાલત

નાલ્સાના દિશાસૂચક મુજબ કરાયું આયોજનઃ

જામનગર તા. ૧૭ઃ જામનગર જિલ્લાની તમામ અદાલતમાં આગામી તા.૯ માર્ચના દિને નેશનલ લોક અદાલત યોજવામાં આવી છે. તે માટે વિગતો જાહેર કરાઈ છે.

જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આગામી તા.૯ માર્ચના દિને નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પેન્ડીંગ કેસ રજૂ કરી શકાશે.

ફોજદારી પરંતુ સમાધાન પાત્ર કેસ, ચેક પરતના કેસ, બેંકના રીકવરી દાવા, એમએ સીપીના કેસ, લેબર તકરાર, લગ્ન વિષયક તકરાર, વીજળી અને પાણી બીલ, કૌટુંબિક તકરાર, જમીન સંપાદનના કેસ, સર્વિસ મેટર, રેવન્યુ કેસ, ભાડુઆતના સુખાધિકાર સહિતના અન્ય સિવિલ કેસ રજૂ કરી શકાશે.

નાલ્સાના એક્શન પ્લાન મુજબ યોજવામાં આવનારી નેશનલ લોકઅદાલતમાં જે અસીલો પોતાનો કેસ રજૂ કરવા ઈચ્છતા હોય તેઓએ પોતાના વકીલનો સંપર્ક કરવો. લોક અદાલત એ તકરારના સમાધાન માટેનું ફોરમ છે જેમાં પક્ષકારને ઝડપથી ન્યાય પ્રાપ્ત થાય છે. વધુ વિગત માટે ફોન ૦૨૮૮-૧૩૫૫૦૧૦૬નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh