Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાર્કિંગના મુદ્દે બોલાચાલી પછી થઈ હતી હત્યાઃ
જામનગર તા. ૧૭ઃ દ્વારકામાં બહારગામથી વિદ્યાર્થીઓને લઈને આવેલી એક બસના ડ્રાઈવર સાથે તેના જ ટ્રાવેલ્સના બીજા બસચાલક, ક્લિનરે પાર્કિંગના પ્રશ્ને બોલાચાલી કરી લાકડીથી હુમલો કરી હત્યા કરી નાખી હતી. આ ગુન્હામાં આરોપી ક્લિનરને અદાલતે દસ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
દ્વારકામાં પીપરેજથી વિદ્યાર્થીઓને લઈને આવેલી જીજે-૧-બીવી ૮૫ નંબરની એક બસમાં ચનાભાઈ ટપુભાઈ બાંભણીયા ડ્રાઈવર હતા. જ્યારે દીપક જગજીવન માધુ તે બસમાં ક્લિનર તરીકે સાથે રહ્યા હતા. આ બસની સાથે જીજે-૧-બીવી ૮૬ નંબરની બીજી બસ આવી હતી. તેમાં અસલમ તોસીફ ધાનાણી ડ્રાઈવર હતો અને દિનેશ ઉર્ફે અમુ માલાભાઈ ચાવડા ક્લિનર તરીકે આવ્યો હતો.
એક જ ટ્રાવેલ્સની આ બંને બસ દ્વારકામાં પટેલ સમાજની વાડી પાસે રાખવામાં આવી હતી. ત્યાં પાર્કિંગના મુદ્દે ચનાભાઈ બાંભણીયા તથા અસલમ ધાનાણી વચ્ચે બોલાચાલી થતાં અસલમ અને દિનેશ ઉર્ફે અમુ ચાવડાએ ગાળો ભાંડી બસમાંથી લાકડી કાઢી ચનાભાઈ પર હુમલો કરી ફટકા માર્યા હતા.
હુમલામાં ઘવાયેલા ચનાભાઈનું મૃત્યુ નિપજતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે આઈપીસી ૩૦૨, ૨૦૧, જીપી એક્ટની કલમ ૩૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો હતો. આ કેસ ચાલવા પર આવતા સરકાર પક્ષ તરફથી રોકાયેલા મદદનીશ જિલ્લા સરકારી વકીલ એ.એચ. વ્યાસે કરેલી દલીલો ધ્યાને રાખી આરોપી દિનેશ ચાવડાને આઈપીસી ૩૦૪ (ર)ના ગુન્હામાં તક્સીરવાન ઠરાવી દસ વર્ષની સખત કેદની સજા અને રૂા.પ હજારનો દંડ, દંડ ભરવામાં ન આવે તો વધુ એક વર્ષની સખત કેદની સજા, આઈપીસી ૨૦૧ના ગુન્હામાં ત્રણ વર્ષની સખત કેદની સજા અને રૂા.પ હજારનો દંડ, દંડ ભરવામાં ન આવે તો વધુ ચાર મહિનાની કેદની સજા ફટકારવામાં આવી છે. આરોપી સામે ૧૬ સાહેદની જુબાની, એફએસએલનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial