Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોસાયટીએ કર્યાે હતો કેસઃ
જામનગર તા. ૧૭ઃ જામનગરની એક સોસાયટીએ લોન મેળવી ચેક આપનાર સભાસદ સામે ચેક પરતની કરેલી ફરિયાદમાં અદાલતે આરોપીને છ મહિનાની કેદની સજા ફટકારી છે.
જામનગરની વિવેકાનંદ કો.ઓ. સોસાયટી પાસેથી સભાસદ નરોત્તમ દ્વારકાદાસ નિમાવતે લોન મેળવી હતી અને રૂા.૫૮ હજારનો ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા સોસાયટીએ નોટીસ પાઠવ્યા પછી કેસ કર્યાે હતો. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી નરોત્તમ નિમાવતને તકસીરવાન ઠરાવી છ મહિનાની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. સોસાયટી તરફથી વકીલ મિતેશ પટેલ, મણીલાલ કાલસરીયા, ગૌરાંગ મુંજપરા, એચ.એમ. ધામેલીયા, જયદીપ સિંહ જાડેજા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial