Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂપિયા અડધા કરોડની બોટે લીધી જળસમાધીઃ
જામનગર તા. ૧૭ઃ દ્વારકાથી પોરબંદર વચ્ચેના દરિયામાં બુધવારે રાત્રે એક માછીમારી બોટનું મશીન બંધ પડી જતાં તેના છ ખલાસી સમારકામ કરતા હતા ત્યારે જ એક મોટી શીપ તે બોટને ટક્કર મારીને પલાયન થઈ ગઈ હતી. માછીમારી બોટના છ ખલાસીને અન્ય બોટમાં ઉગારી લેવાયા છે પરંતુ રૂપિયા અડધા કરોડની માછીમારી દરિયામાં ગારદ થઈ ગઈ છે.
કોડીનારના કોટડા ગામના હર્ષદભાઈ રાજાભાઈ નામના શ્રમિક પોરબંદરના કેતનભાઈ નામના આસામીની ગજરાજ નામની માછીમારી બોટમાં ટંડેલ તરીકે નોકરી કરે છે. તેઓ બુધવારે પાંચ ખલાસી સાથે માછીમારી માટે નીકળ્યા હતા.
તેઓની બોટ જ્યારે દ્વારકાથી ૩૫ નોટીકલ માઈલ દૂર હતી ત્યારે બોટમાં ખામી સર્જાતા છએય વ્યક્તિઓ મશીનનું સમારકામ હતા અને ત્યારે લંગર નખાયેલું હતું. સમારકામ ચાલુ હતું ત્યારે રાત્રે અગિયારેક વાગ્યે એક વિશાળ કદની અને કન્ટેઈનર ભરેલી બ્લુ રંગની શીપ નજીક ચઢી આવી હતી અને હર્ષદભાઈની બોટને ટક્કર મારી દરિયામાં દુર જતી રહી હતી. ટક્કર વાગતા જ હર્ષદભાઈની બોટ ડૂબવા માંડી હતી અને છએય ખલાસીએ બચવા માટે વલખાં મારવાનું શરૂ કર્યું હતું.
રાત્રિના અંધારામાં ટક્કર મારનાર શીપના નંબર જોઈ શકાયા ન હતા અને હર્ષદભાઈની બોટમાંથી કમલેશ વિરજી અને અજય ધનજી નામના ખલાસી ડૂબવા માંડ્યા હતા. વાયરલેસથી અન્ય બોટનો સંપર્ક કરાતા બીજી બોટો ત્યાં પહોંચી હતી અને તમામ છ ખલાસીને જાળ નાખીને બહાર કાઢી લેવાયા હતા. ગજરાજ બોટને કાઢવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ તે બોટનો છેડો છટકી જતા રૂા.પર લાખની આ બોટ દરિયામાં ગારદ થઈ ગઈ હતી. આ બાબતની પોરબંદર પોલીસ મથકમાં ફરિયાદ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial