Advertisement
Author: નોબત સમાચાર

કેજરીવાલ કોર્ટમાં વર્ચ્યુલ હાજર થતા કોર્ટે તા.૧૬ માર્ચે ફિઝિકલી હાજર થવા ફરમાવ્યું

ઈડીના સૂત્રો દ્વારા ૧૯મીએ નવું સમન્સઃ સુનાવણીની અસર નહીં થાયઃ

નવી દિલ્હી તા. ૧૭ઃ દિલ્હીના મુખ્યમંત્રી અને 'આપ'ના ચેરમેન અરવિંદ કેજરીવાલ આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં વર્ચ્યુલ હાજર થયા હતાં અને વિધાનસભામાં વિશ્વાસ મતનો હવાલો આપતા અદાલતે ૧૬ માર્ચ ફિઝિકલી હાજર થવા ફરમાન કર્યું હતું, જો કે સૂત્રોને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ ૧૯ મીની મુદ્ત ઈ.ડી.એ આપી છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયા હતાં. દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે વારંવાર સમન્સ મળ્યા પછી પણ કેજરીવાલ હાજર નહોતા થઈ રહ્યા. ત્યારપછી રાઉઝ એવન્યુ કોર્ટે કહ્યું કે સીએમને હાજર થવું પડશે. ઈ.ડી.એ કોર્ટ પાસે માંગ કરી હતી કે કેજરીવાલને નિર્દેશ આપવામાં આવે કે તેમણે ફિઝિકલી રીતે હાજર થવું પડશે. તેના પર કોર્ટે કહ્યું કે, તેના વકીલે પહેલા જ કહ્યું છે કે, તેઓ હાજર થશે અને જામીન અરજી પણ દાખલ કરશે.

આજે વર્ચ્યુઅલ હાજર રહેવા દરમિયાન કેજરીવાલે કહ્યું કે, હું ફિઝિકલી રીતે હાજર થવા માંગતો હતો, પરંતુ અચાનક આ વિશ્વાસ પ્રસ્તાવ આવ્યો. બજેટ સત્ર ચાલી રહ્યું છે અને આ ૧ માર્ચ સુધી ચાલશે. ત્યારપછી કોઈપણ તારીખ આપી શકાય છે. તેના પર કોર્ટે અરવિંદ કેજરીવાલને હાજર થવા માટે ૧૬ માર્ચની તારીખ નક્કી કરી છે.

દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે ઈડી દ્વારા જારી કરવામાં આવેલા છેલ્લા પાંચ સમન્સ અવગણના અને આ દરમિયાન પોતાની ગેરહાજરીનું સ્પષ્ટિકરણ આપવા માટે કેજરીવાલ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થયા હતાં.

ઈડીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજની સુનાવણીથી અરવિંદ કેજરીવાલને જારી કરાયેલા સમન્સ પર કોઈ અસર થશે નહીં. ઈ.ડી.એ તેમને ૧૯ તારીખે હજર થવા જણાવ્યું છે. આ દરમિયાન જો ઈડી અરવિંદ કેજરીવાલ સામે કોઈ કડક પગલાં લેવાનું નક્કી કરે તો તેમના અધિકારક્ષેત્રમાં છે.

દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસ એવો મામલો છે જેના કારણે આમ આદમી પાર્ટી ઘણાં સમયથી બેકફૂટ પર આવતી જણાય રહી છે. આપ સરકારે એક નવી આબકારી નીતિ ઘડી હતી જેમાં અનિયમિતતાઓની ફરિયાદ થયા પછી તપાસ એજન્સીઓએ કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. આ દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે જ પૂર્વ ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસે એક્સાઈઝ વિભાગ પણ હતો. ફેબ્રુઆરીમાં ધરપકડ થયા પછીથી જ મનિષ સિસોદિયા જેલમાં બંધ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh