Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકસભાની ચૂંટણીની વ્યૂહરચના અને રાજકીય ગણિતઃ નવા નારા અપાશે
નવી દિલ્હી તા. ૧૭ઃ ભાજપની રાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ થયો છે. જેમાં પીએમ. મોદી વિઝન મંત્ર આપશે. દિલ્હીના 'ભારત મંડપમ્'માં ભાજપના ૧૧,પ૦૦ નેતાઓ-હોદ્દેદારો-કાર્યકરોનો જમાવડો થયો છે.
લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજે ભાજપે રાષ્ટ્રીય પરિદની બેઠક બોલાવી છે. જેનું ઉદ્ઘાટન પક્ષના અધ્યક્ષ જે.પી. નડ્ડાના હસ્તે ગઈકાલે કરવામાં આવ્યું હતું. જેમાં પીએમ મોદી લોકસભામાં જીતનો મંત્ર આપવા જઈ રહ્યા છે. આજથી ભારત મંડપમ્માં યોજાનારી બે દિવસીય રાષ્ટ્રીય પરિષદની બેઠક દ્વારા ભાજપ આગામી લોકસભા ચૂંટણીમાં જીતની હેટ્રિકની તૈયારી કરશે. બેઠકના સમાપન દિવસે પીએમ મોદી પાર્ટીના ૧૧,પ૦૦ કાર્યકરોને ૩૭૦ બેઠકો જીતવાનો મંત્ર આપશે. આ સિવાય પીએમ શનિવારે ચર્ચામાં પણ ભાગ લેશે.
એવી અપેક્ષા રાખવામાં આવે છે કે વડાપ્રધાન તેમના સંબોધન દ્વારા ભાજપના ચૂંટણી પ્રચારની વ્યાપક રૂપરેખા રજૂ કરશે અને તેમને લોકસભા ચૂંટણીમાં ૩૭૦ બેઠકો જીતવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તેમની તમામ શક્તિ આપવા માટે પ્રેરણા આપશે. ભાજપની આ બેઠક પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ્માં યોજાવાની છે. ત્યાં વિકસિત ભારતની કલ્પના પર એક પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન નડ્ડાએ ગઈકાલે કર્યું હતું.
છેલ્લા ઘણાં વર્ષોમાં યોજાયલી પાર્ટીની કાઉન્સિલની બેઠકોમાં ભાજપના નેતાઓની આ બેઠક સૌથી મોટી સાબિત થઈ શકે છે. જેમાં પાર્ટીએ ૧૧,પ૦૦ સભ્યો હાજર હોવાનો દાવો કર્યો છે. કેટલાક નેતાઓએ ૧૯૯પ માં મુંબઈમાં પક્ષ દ્વારા આયોજિત વિશાળ સંમેલનને યાદ કર્યું જેમાં તેના હજારો સભ્યોએ હાજરી આપી હતી. આ બેઠકમાં દેભરમાંથી મુખ્યમંત્રીઓ, રાજ્ય મંત્રીઓ, પ્રદેશ પ્રમુખો અને પાર્ટી સંગઠનના વરિષ્ઠ નેતાઓ હાજરી આપશે. આ વિશાળ બેઠકમાં દેશભરમાંથી પાર્ટીની જિલ્લા સંસ્થાઓ અને મોરચાના પ્રતિનિધિઓ પણ હાજરી આપશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial