Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રાદેશિક કમિશનરે રજાચિઠ્ઠી ગેરકાયદે ઠરાવવા છતાં
સલાયા તા. ૧૭ઃ સલાયામાં સર્વે નંબર ૧પ૦ પૈકી ૧ મા કોમન પ્લોટ આવેલ છે. જે સોસાયટી ધારકનો હોઈ જેમાં સલાયા નગરપાલિકાએ રજાચિઠ્ઠી આપેલ હતી. જે કાયદાકીય રીતે સુસંગત ન હતી. આ સોસાયટી ધારક અને માલિક દ્વારા પ્રાદેશિક નિયામક રાજકોટને શાળાનું બાંધકામ ચાલુ થયેલ હોઈ, જે ગેકાયદેસર કામકાજ અટકાવવા માટે સોસાયટીધારકો તથા માલિક દ્વારા પ્રાદેશિક કમિશનર, રાજકોટને રપ૮ હેઠળ ફરિયાદ કરી હતી. જેના અનુસંધાને કમિશનરે તા. ૧-૪-ર૦૧૯ ના નગરપાલિકાનો ઠરાવ ગેરકાયદેસર ઠરાવેલ હતો અને જો ઠરાવની અમલવારી થયેલ હોઈ તો કોર્ટનો હુકમ ન આવે ત્યાં સુધી કામ મોકૂફ રાખવાનું જણાવેલ હતું. જે ઘણાં સમયથી બંધ હતું.
અચાનક શાળાના બાંધકામ માટે તા. ૧પ-ર-ર૦ર૪ ના માણસો કામકાજ કરતા હોઈ, અને જેસીબી દ્વારા ખોદકામ કરતા હોઈ અને એક ટ્રકમાં આવેલ સિમેન્ટ બ્લોક તથા સિમેન્ટ ઉતરતા હોઈ તેવી જાણ જમીનમાલિકને થતા સ્થળ ઉપર જઈ અને પૂછતા ત્યાં હાજર કોન્ટ્રાક્ટરે જણાવેલ કે અમોને ગાંધીનગરથી વર્ક ઓર્ડર મળેલ છે.
જમીન ધારકોએ ચીફ ઓફિસર સલાયાને ટેલિફોનિક પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે તેમની કચેરીને આવું કોઈ કામ ચાલુ કરવા અંગે સંબંધિત કચેરીએ જાણ કરેલ નથી. આ રીતે પ્રાદેશિક કમિશનરના હુકમ વિરૂદ્ધ ગેરકાયદેસર રીતે શાળાનું કામકાજ ચાલુ કરી કમિશનરના હુકમનો ભંગ કરેલ છે. કોર્ટમાં કેસ પેન્ડીંગ હોવા છતાં કામકાજ ચાલુ કરેલ હોઈ, સોસાયટીધારકો અને માલિક દ્વારા વિરોધ કરતા આ કામકાજ તુરંત બંધ કરવામાં આવેલ છે. સોસાયટીધારકો અને માલિકે આ ગેરકાયદેસર બાંધકામ બાબતે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial