Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાખાબાવળમાં યુવાનને ધોકાથી માર મરાયોઃ
જામનગર તા. ૧૭ઃ જામનગરના બેડેશ્વર વિસ્તારમાં ગુરૂવારે રાત્રે બે બાઈક સામસામા આવી જતાં એક બાઈકના ચાલકે મુંઠ વડે હુમલો કરી માર માર્યાે હતો. જ્યારે લાખાબાવળ રેલવે સ્ટેશન પાસે બે અધિકારીએ સિમેન્ટ-કોંક્રીટનો વધારાનો માલ મંંગાતા એક યુવાનને ધોકો ફટકારી માર માર્યાે હતો.
જામનગરના ધરારનગર-૧ પાસે વસવાટ કરતા શબ્બીર હુસેનભાઈ કમોરા નામના પ્રૌઢનો પુત્ર શાકીબ ગુરૂવારે રાત્રે નવેક વાગ્યે બેડેશ્વરમાં ગણેશ પ્લાન્ટ પાસેથી બાઈક પર જતો હતો ત્યારે કાપડ મીલની ચાલીમાં રહેતો રાજા હાસમ સંઘવાણી ઉર્ફે રાજડો નામનો શખ્સ સામેથી બાઈક લઈને આવી ચડ્યો હતો.
બંને વ્યક્તિના બાઈક સામસામા અથડાઈ પડતા રાજાએ ઉશ્કેરાઈને ગાળો ભાંડ્યા પછી મુંઠ વડે શાકીબ પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. શબ્બીર કમોરાએ સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા લાખાબાવળ ગામમાં રેલવે સ્ટેશન નજીકના વિસ્તારમાં રહેતા મુનાફ અલારખા ખફી નામના યુવાને ત્યાં ચાલી રહેલા બાંધકામમાં વધેલા સિમેન્ટ કોંક્રીટની માગણી કરતા તેને ગઈકાલે બપોરે રેલવે સ્ટેશન પાસે દિનેશ ત્રિપાઠી તથા જૈન સાહેબ નામનાબે શખ્સે ગાળો ભાંડી ધોકો ફટકાર્યાે હતો. પંચકોશી-બી ડિવિઝન પોલીસે હુમલા ખોર સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial