Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નજીવી ફી, શિસ્ત-સંસ્કાર અને શિક્ષણનો ત્રિવેણી સંગમ
જામનગર તા. ૧૭ઃ જામનગરની સુપ્રસિદ્ધ બ્રિલીયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સે ૩૫મા વર્ષની ઉજવણી વાલીઓ માટે સાનુકૂળતા આપવાના સંકલ્પ સાથે કરી છે જેને ઠેર ઠેરથી આવકાર મળી રહ્યો છે. હાલના સમયમાં જ્યારે શિક્ષણ મેળવવું તે મોંઘુ મનાય છે અને માટે જ માતા-પિતા તેમના બાળકોને બાલમંદિર કે પ્રાથમિક ધોરણો પોતાના સંતાનોને કેમ ભણાવવા તેની ચિંતામાં હોય છે સાથે સાથે એ પણ ચિંતા હોય છે કે સારૂ શિક્ષણ મળશે કે કેમ? બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના ડાયરેક્ટર ઉસ્મિતાબેન ભટ્ટ તથા ચેરમેન અશોકભાઈ ભટ્ટે ૩૫મા વર્ષની ઉજવણી અંતર્ગત ભૂલકાઓ પાયાનું શિક્ષણ ખૂબ નજીવી ફીમાં મેળવે તે માટે સંકલ્પ કર્યાે છે.
હાલના યુગમાં શિક્ષણ અનિવાર્ય છે અને બાળકોનંુ ઘડતર જ નર્સરીમાં અને શરૂઆતના પ્રાથમિક ધોરણોમાં દૃઢ કરવા વધુ આવશ્યક હોય છે ત્યારે સારૂ શિક્ષણ નહીવત ફીમાં કેમ આપવું? જે ઉમદા વિચારને કારણે જ બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના ૩૫મા વર્ષની ઉજવણી વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઈ બાળકોને શિસ્ત, સંસ્કાર સાથે શિક્ષણના ત્રિવેણી સંગમથી પાયો મજબૂત કરવા કટિબદ્ધતા દર્શાવી માત્ર એક રૂપિયો એડમિશન ફી, સ્કૂલ ડ્રેસ ફ્રી તેમજ મહિનાની માત્ર રૂા.૯૯૯ ફીની યોજના અમલમાં મૂકી છે જેને વાલીઓ, જાગૃત નાગરિકો, શિક્ષણવિદે વગેરેમાંથી ખૂબજ આવકાર મળી રહ્યો છે. તેમજ સંસ્થાને ૩૫મા વર્ષની સાર્થક ઉજવણી કરવા બદલ બિરદાવતા સંદેશાઓ મળી રહ્યા છે. સૌ જાણે છે તેમ બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સે સાડા ત્રણ દાયકાની સફરમાં હંમેશાં ગુણવત્તાયુક્ત શિક્ષણ વ્યાજબી ફી સાથે આપવાથી લોકપ્રિયતાના શિખરો સર કર્યા છે અને વિદ્યાર્થીઓ અવિરત ઝળકતા રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial