Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખરવા મોવાસાના રોગના નિયંત્રણ માટે
જામનગર તા. ૧૭ઃ જામનગર જિલ્લામાં દુધાળા તેમજ ઘરઆંગણાના પશુઓમાં ઉદ્ભવતા ખરવા મોવાસા રોગના નિયંત્રણ માટે અગમચેતીના ભાગરૂપે નિઃશુલ્ક રસિકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. પશુધન આરોગ્ય અને રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પશુઓમાં જોવા મળતા ખરવા મોવાસા રોગના નિદાન માટે ચોથા તબક્કાના રસિકરણનો નાયબ પશુપાલન નિયામક કચેરી, જામનગર દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ નિઃશુલ્ક રસિકરણ અભિયાનમાં જામનગર જિલ્લાના ર,૪૧,ર૦૦ જેટલા ગાય, ભેંસ સહિતના પશુઓને આવરી લેવામાં આવશે. જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા ગાય, ભેંસ સહિતના પશુઓમાં જોવા મળતા આ ડિસીઝ માટે પ્રત્યેક વર્ષે બે થી ત્રણ તબક્કામાં ગળસુંઢા અને ખરવા મોવાસા ડિસીઝના વેક્સિનેશનનો કાર્યક્રમ અમલી બનાવવામાં આવ્યો છે. જે અંતર્ગત જામનગર જિલ્લાના સમગ્ર પશુપાલન વિભાગના સ્ટાફ મિત્રો દ્વારા રસિકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
આ અંગે વધુ માહિતી મેળવવા માટે નજીકના પશુપાલન ખાતાની પશુ સારવાર સંસ્થાનો સંપર્ક સાધવો. જામનગર જિલ્લાના તમામ પશુપાલકો અત્રે જણાવ્યા અનુસાર રસિકરણની કામગીરીમાં સહભાગી થઈને તેનો લાભ પ્રાપ્ત કરે તેમ નાયબ પશુપાલન નિયામક ડો. તેજસ શુક્લ, જામનગરની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial