Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'સ્મશાનનો નિભાવ ખર્ચ મનપા ભોગવે'
જામનગર તા. ૧૭ઃ જામનગરના સ્મશાનગૃહમાં મહાનગરપાલિકા દ્વારા વિનામૂલ્યે અંતિમ સંસ્કારની સુવિધા આપવા વિપક્ષના નેતા ધવલભાઈ નંદાએ મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. આ સુવિધા માટે સ્મશાનનો નિભાવ ખર્ચ મહાનગરપાલિકાએ ભોગવવો જોઈએ.
ગુજરાતની રાજકોટ, અમદાવાદ, જૂનાગઢ સહિત અન્ય મહાનગરપાલિકામાં સ્મશાન નિભાવનો ખર્ચ મહાનગરપાલિકા ભોગવે છે, જ્યારે જામનગર શહેરમાં માણેકબાઈ સુખધામ સ્મશાન જે ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે અને મહાનગરપાલિકા દ્વારા તેઓને કોઈપણ જાતનો નિભાવ ખર્ચ આપવામાં આવતો નથી. જે ખર્ચ મૃતકના પરિવારજનો અથવા તો તેમના સગાસંબંધીઓ પાસેથી ટ્રસ્ટ દ્વારા વસૂલ કરવામાં આવે છે. જે પરિવારમાં મૃત્યુ થયું હોય તેઓને અંદાજીત ૧પ૦૦ થી ર૦૦૦ રૂપિયા તાત્કાલિક અસરથી વ્યવસ્થા કરી મૃતકોના અંતિમક્રિયા માટે જવું પડે છે જે માનવતા હીન કૃત્ય કહી શકાય. કેમ કે મહાનગર પાલિકામાં તમામ ટેક્સ પ્રજા ભરતી હોય તો તેઓને આવા વધારાના ખર્ચમાંથી મુક્તિ આપવી જોઈએ. ગાંધીનગરમાં આવેલ સ્મશાનનો નિભાવ ખર્ચ રિલાયન્સ દ્વારા આપવામાં આવે છે, તો શું જામનગર મહાનગરપાલિકા હાલમાં ટ્રસ્ટ કાર્યરત સ્મશાનનો નિભાવ ખર્ચ આપી ન શકે?
આ વર્ષે પણ બજેટમાં ત્રીજા સ્મશાન બનાવવાની જાહેરાતો કરવામાં આવે છે તે ક્યારે બનશે તે તો રામ જાણે, કારણ કે આ સ્મશાન માટે પૂર્વ નગરસેવક દેવશીભાઈ આંદોલન કરી કરીને થાકી ગયા હતાં તો પણ જામનગર મહાનગરપાલિકાએ સ્મશાન માટે કોઈ તૈયારી બતાવી ન હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial