Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફ્રોડના કેસમાં દોષિત ઠેરવીને
વોશિંગ્ટન તા.૧૭ઃ અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કોર્ટે રૂા.૨૯૦૦૦ કરોડનો ભારે ભરખમ દંડ ફટકાર્યાે છે. આ ઉપરાંત પૂર્વ પ્રમુખને દંડની રકમ પર લાખો ડોલરનું વ્યાજ પણ ચૂકવવું પડશે. તેઓને ફ્રોડના કેસમાં દોષિત ઠરાવાયા છે.
અમેરિકન પૂર્વ પ્રમુખ ડોલનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધતી જઈ રહી છે. હવે અમેરિકન પૂર્વ પ્રમુખ વિરૂદ્ધ સિવિલ ફ્રોડ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ન્યુયોર્કની એક કોર્ટે પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર મોટો દંડ ફટકાર્યાે છે.
કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઓર્ગેનાઈઝેશન વિરૂદ્ધ કાર્યવાહી કરીને લગભગ ૩૫૫ મીલીયન અમેરિકન ડોલર એટલે કે ૨૯.૪૬ હજાર કરોડનો દંડ ચુકવવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત કોર્ટના આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પે દંડની રકમ પર લાખો ડોલરનું વ્યાજ પણ ચુકવવું પડશે. આ સિવાય કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને ન્યુયોર્ક કોર્પોરેશનમાં અધિકારી કે ડીરેક્ટર તરીકે કામ કરવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.
કોર્ટે કહ્યું છે કે, પૂર્વ પ્રમુખ રાજ્યની અન્ય કોઈ કાનૂની સંસ્થાઓમાં ત્રણ વર્ષ સુધી કોઈપણ પદ પર રહી શકશે નહીં તેમજ કોઈપણ રજીસ્ટર્ડ કંપની માટે કોઈપણ નાણાકીય સંસ્થા પાસેથી લોન માટે અરજી કરી શકશે નહીં. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે છેતરપિંડી કરી છે અને તેમની કંપનીઓની સંપત્તિના મૂલ્યમાં અતિશ્યોક્તિ કરી છે. મેનહટન કોર્ટના આ ૯૦ પાના નિર્ણયને કારણે ડોનાલ્ડ ટ્રમ્પનું રીયર એસ્ટેટ સામ્રાજય જોખમમાં છે. ઉલ્લેખનીય છે કે, આ કેસની સુનાવણી લગભગ ત્રણ મહિનાથી કોર્ટમાં ચાલી રહી હતી.
પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રક અને તેમના પુત્રો પર બેંકો અને વીમા કંપનીઓ સહિત અન્યો સાથે છેતરપિંડી કરીને વિશાળ રીયલ એસ્ટેટ સામ્રાજ્ય બનાવવાનો આરોપ છે. આ ઉપરાંત ટ્રમ્પ અને તેમના પુત્રો પર તેમની સંપત્તિને નફો કરવા માટે અતિશ્યોક્તિ કરવાનો પણ આરોપ છે. જો કે, ટ્રમ્પ અને તેમના પુત્રોએ કોઈપણ પ્રકારની ગેરરીતિનો ઈન્કાર કર્યાે છે. પૂર્વ અમેરિકી પ્રમુખે આ મામલાને તેમની સાથે છેતરપિંડી ગણાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial