Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મંત્રી રાઘવજીભાઈ પટેલની જવાબદારી બે મંત્રીઓને સોંપાઈ
રાજયના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ રાજકોટની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે ત્યારે વિધાનસભામાં તેમના વિભાગના પ્રશ્નોના ઉત્તર આપવાની જવાબદારીમંં પશુપાલન વિભાગની જવાબદારી બચુભાઈ ખાવડને અને ગ્રામ વિકાસ વિભાગની જવાબદારી કુંવરજીભાઈ હળપતિને સોંપવામંં આવી છે.
વિધાનસભામાં હસ્તકલા હાટ
વિધાનસભાના મહાકાય બિલ્ડીંગના મુખ્ય સ્થળ પર હસ્તકલા અને હાથશાળના કારીગરો દ્વારા તૈયાર થયેલ માલનો સ્ટોર બનાવતા, મુલાકાતીઓને બાંધણી પટોળા જેવી વસ્તુ જોવા તથા ખરીદવાનો લાભ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કરાવ્યો છે.
રાઘવજીની ગેરહાજરીમાં ભોજનાલય ચાલુ...
રાઘવજીભાઈ પટેલની નાદુરસ્ત તબિયત હોવા છતાં બજેટ સત્રમાં બપોરે ૧૦ થી ૧ર જેટલા ધારાસભ્યો તથા તેમના પર્સનલ સેક્રેટરીઓને રાઘવજીભાઈની કચેરીમાં ખાસ રૂમમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. રાઘવજીભાઈ જલદી સાજા થાય તેવી પ્રાર્થના - દુવા કરતા પણ જોવા મળે છે. તેવી જ રીતે ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીએ પણ વિધાનસભાના ત્રીજે માળે તેમની બાજુમાં જ અલાયદી ભોજન વ્યવસ્થા રાખી છે, જેમાં કર્મચારી અને મહેમાનોને ભોજન આપવામાં આવે છે.
દિલ્હી દોટ...
શનિવારે સાંજે દિલ્હીમાં અગત્યની બેઠક હોવાથી કેટલાક ધારાસભ્યો પ્લેનમાં અને કેટલાક ટ્રેનમાં શુક્રવારે જ રવાના થઈ ગયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial