Advertisement
Author: નોબત સમાચાર

નગરના આસામીએ ભરેલી રકમ વ્યાજ સાથે પરત આપવા વીજ કંપનીને હુકમ

દાવાનો ખર્ચ પણ ચૂકવવા આદેશઃ

જામનગર તા.૩૦ : જામનગરના એક આસામીનું વીજ મીટર ૧૪ વર્ષ પહેલાં વીજ કંપનીની ટૂકડીએ કબજે કર્યા પછી તેમાં કોઈ ઘાલમેલ ન હોવા છતાં પુરવણી બીલ આપી જોડાણ કાપ્યું હતું. તે આસામીએ વાંધા સાથે બીલ ભરી પોતાની રકમ પરત મેળવવા અદાલતનો આશરો લીધો હતો. અદાલતે તેમની રકમ વ્યાજ સાથે પરત આપવા અને દાવાનો ખર્ચ પણ ચૂકવવા વીજ કંપનીને હુકમ કર્યાે છે.

જામનગરમાં સાગર આઈસ્ક્રીમના પ્રોપરાઈટર તરીકે કામ કરતા સલીમ મનસુરઅલી કપાસીની જગ્યામાં ગઈ તા.૧૫-૪-૧૦ના દિને વીજ કંપનીની ટીમે ચેકીંગ કરી ત્યાંથી મીટર કબજે કર્યું હતું. તેની ચકાસણી કરાયા પછી મીટર યથાવત હોવા છતાં રૂ.૪૬૪૧૦નું બીલ આપવામાં આવ્યું હતું.

તે રકમ વાંધા સાથે ભરપાઈ કરી આ આસામીએ વીજજોડાણ પૂર્વવત કરાવ્યા પછી પોતાની રકમ પરત મેળવવા અદાલતમાં દાવો કર્યાે હતો. તે દાવો સિવિલ કોર્ટને ટ્રાન્સફર કરાયા પછી ચાલી જતાં આ આસામીનો વીજચોરી આક્ષેપમાંથી છૂટકારો ફરમાવી અદાલતે તેઓની ભરપાઈ કરેલી રકમ છ ટકા વ્યાજ સાથે પરત આપવા વીજ કંપનીને હુકમ કરવા ઉપરાંત દાવાનો ખર્ચ પણ ચૂકવવા આદેશ કર્યાે છે. વાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh