Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયાના સિદ્ધપુર પાસે કરાયું હતું વીજચોરીઃ
જામનગર તા. ૩૦: ખંભાળિયાના સિદ્ધપુર ગામની નદીમાં ભરડીયા માટે આપવામાં આવેલા વીજજોડાણના સ્થળે બે વર્ષ પહેલાં વીજ કંપનીની ટુકડીએ ચેકીંગ કરી એક ભરડીયાનું મીટર કબજે કરી રૂ.૯૨ લાખ ઉપરાંતનું પુરવણી બીલ ફટકાર્યું હતું. તે અંગેનો કેસ ચાલી જતાં અદાલતે આરોપીઓનો છૂટકારો કર્યાે છે.
ખંભાળિયા તાલુકાના સિદ્ધપુર ગામની નદીના પટમાં વડત્રાની પીજીવીસીએલ ડિવિઝન કચેરી દ્વારા ક્રશરના હેતુસરનું ઔદ્યોગિક વીજ જોડાણ પરમાર લાડુબેન ઉકાભાઈ નામથી રીલીઝ કરવામાં આવ્યું હતું. આ વીજ જોડાણનું મીટર તા.૯-૧૧-૨૦૨૨ના ઉતારી તેનું લેબમાં રોજકામ ગ્રાહકના પ્રતિનિધિ સવદાસભાઈ ઉર્ફે કીર્તિભાઈ દેવરખીભાઈ છુછરની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
તે લેબરોજગામ દરમિયાન જૂના મીટરના સીલ સાથે ગેરરીતિ તેમજ વાયરીંગ સાથે ચેડા થયેલાનું માની પીજીવીસીએલ દ્વારા રૂ.૯૨,૯૩,૫૧૯નું બીલ આપવામાં આવ્યું હતું. તે ગુન્હાની માંડવાળ માટે રૂ.૮,૮૮,૦૦૦ ભરપાઈ કરવા જણાવાયું હતું.
તે પછી લાડુબેન, જમન ઉકાભાઈ, નિર્મલ રતનશીભાઈ કણઝારીયા, પ્રેમજી રવજી કણઝારીયા, કેશુર રાજાભાઈ કરમુર, જોધાભાઈ હરદાસ લુણા આ જોડાણ વાપરતા હોવાનું પોલીસ તપાસમાં ખૂલતા તમામ સામે વીજચોરી અંગે ચાર્જશીટ કરાયું હતું.
ઉપરોક્ત કેસ ખંભાળિયાની સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવતા ફરિયાદ પક્ષે ૧૨ સાક્ષીની જુબાની રજૂ કરી હતી તે ઉપરાંત પંચનામા, વીડિયો ગ્રાફી પણ રજૂ કરાઈ હતી. બંને પક્ષ દ્વારા રજૂ કરાયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે વીજ ચોરીના આક્ષેપમાંથી તમામ આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે અને પાછલા એક વર્ષની પુરવણી બીલની રકમ ભરવાની પણ જવાબદારી આ આરોપીની નથી તેવી નોંધ ચૂકાદામાં કરવામાં આવી છે. આરોપી પક્ષ તરફથી જામનગરના વકીલ ચિરાગ કે. નથવાણી, ધર્મેશ સી. રાઠોડ તથા ગીતાબેન સોલંકી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial