Advertisement
Author: નોબત સમાચાર

જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની ૧પ૦૦ થી વધુ જગ્યા ખાલી

જિલ્લા ફેર બદલીની વિપરીત અસર

ખંભાળિયા તા. ૩૦: રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ગુજરાતમાં પ્રાથમિક શાળાઓના શિક્ષકોને પોતાના વતનમાં જવા માટે જિલ્લા ફેર બદલી કેમ્પ યોજાયો હતો જેમાં દ્વારકા જિલ્લામાંથી પ૮પ શિક્ષકોના હુકમો અન્ય જિલ્લાઓમાં બદલીના હુકમ થયા હતાં, જ્યારે અન્ય જિલ્લાઓમાંથી દ્વારકા જિલ્લામાં ૧રપ જેટલા શિક્ષકો જ આવતા સાડાપાંચસો શિક્ષકોની ઘટ થઈ હતી, તો અગાઉ ૧૧૦૦ શિક્ષકોની જગ્યા ખાલી હોય, ૧પ૦૦ ઉપરાંતના શિક્ષકોની ખાલી જગ્યા એ શિક્ષણ કેમ ચાલે તે ગંભીર પ્રશ્ન ઊભો થયો છે.

જિલ્લા ફેર બદલીનો બીજો રાઉન્ડ વધુ ર૦૦ જશે!

ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા ફેર બદલીનો બીજો રાઉન્ડ ચાલુ થયો છે, જેમાં દ્વારકા જિલ્લામાંથી વધુ ર૦૦ જેટલા શિક્ષકો અન્ય જિલ્લાઓમાં જશે જેથી દ્વારકા જિલ્લામાં ૩ હજાર ઉપરાંત શિક્ષકોમાંથી ૧૭૦૦ એટલે કે રાજ્યમાં રેકોર્ડરૂપ જિલ્લો બનશે જ્યાં પ૦ ટકા ઉપરાંત શિક્ષકો પ્રાથમિકમાં ખાલી હોય.

શૂન્ય શિક્ષક અને એક શિક્ષકવાળી શાળાઓ!

૧૭૦૦ જિલ્લા શિક્ષકોની ઘટ થતા દ્વારકા જિલ્લામાં ૧પ જેટલી એવી શાળા છે જ્યાં શૂન્ય એટલે કે કોઈ શિક્ષક જ નથી, જો કે બીજા શિક્ષકનો હુકમ ના થાય ત્યાં સુધી હાલ બદલી થયેલ શિક્ષક ચાલુ છે તો પ૦ જેટલી શાળામાં ધો. ૧ થી ૮ ના આઠ વર્ગોમાં એક જ શિક્ષક છે. આમાં તે બાળકો સાચવે હાજરી પૂરે કે ભણાવે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh