Advertisement
Author: નોબત સમાચાર

અંબાણી પરિવારના અતિથિ 'ભાઈજાન'નો જામનગર પ્રેમઃ

જામનગર સ્વર્ગ જેવું છે, મને અહીંના લોકોની ઈર્ષ્યા થાય છેઃ સલમાન ખાનરિલાયન્સમાં ભવ્ય કાર્યક્રમોને પગલે જામનગરમાં બોલિવૂડ ઉમટી પડ્યું છે. અંબાણી પરિવારના અતિથિ તરીકે અનેક બોલિવૂડ કલાકારો જામનગર આવી પહોંચ્યા છે અને એરપોર્ટ પર રોજ અલગ અલગ સિતારાઓ જોવા મળી રહ્યા છે. દરમિયાન બોલિવૂડના ભાઈજાન દબંગ સલમાન ખાને તેનો જન્મદિન જામનગરમાં ઉજવ્યો હતો. અનંત અંબાણીના ખાસ મિત્ર માનવામાં આવતા સલમાન ખાનના બર્થ-ડે સેલિબ્રેશન માટે અંબાણી પરિવારે ખાસ આયોજનો કર્યા હતાં. આ દરમિયાન સલમાન ખાને સ્ટેજ પરથી પ્રતિક્રિયા આપતી વખતે પોતાના સંબોધનમાં જામનગરને સ્વર્ગ સમાન ગણાવ્યું હતું અને અહીંના લોકોની મીઠી ઈર્ષ્યા થતી હોવાનું નિવેદન આપ્યું હતું. જામનગર પ્રત્યેનો પ્રેમ દર્શાવતું સલમાન ખાનનું આ નિવેદન સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh