Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટનો વિપ્ર પરિવાર ખોડા પીપર જતો હતોઃ
જામનગર તા. ૩૦: ધ્રોલ પાસે આવેલા મોડપર ગામના પાટીયા નજીક ગઈકાલે સવારે એક ઈકો મોટર પાછળ ખાનગી ટ્રાવેલ્સની બસ અથડાઈ પડતા મોટર ગોથું મારી ગઈ હતી. આ અકસ્માતમાં રાજકોટનો વિપ્ર પરિવાર ઘવાયો છે અને બાર વર્ષની એક બાળાનું માથામાં ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે.
રાજકોટ શહેરના લક્ષ્મી વાડી વિસ્તારમાં શેરી નં.૬માં રહેતા નિરવભાઈ નવનીતભાઈ દવે નામના વિપ્ર યુવાન પોતાના સાસુ-સસરા, સાળા, સાળાવેલી તેમજ પુત્રી હેત્વી (ઉ.વ.૧ર), રાશી (ઉ.વ.સાડા ચાર) સાથે ગઈકાલે સવારે ખોડાપીપર ગામમાં આવેલા મંદિરે દર્શન કરવા માટે જીજે-૩-એલઆર ૭૩૧૦ નંબરની ઈકો મોટરમાં નીકળ્યા હતા.
ઉપરોક્ત વ્યક્તિઓની મોટર જ્યારે રાજકોટ-જામનગર ધોરીમાર્ગ પર ધ્રોલ નજીકના મોડપર ગામના પાટીયા પાસે પહોંચી ત્યારે પાછળથી જીજે-૧૪-એટી ૬૫૦ નંબરની ખાનગી ટ્રાવેલ્સની બસ પુરઝડપે ધસી આવી હતી. આ બસના ચાલકે આગળ જતી ઈકોને ઠોકર મારતા ઈકો મોટર ગોથું મારી ગઈ હતી.
ઉપરોક્ત અકસ્માતમાં નિરવભાઈ સહિતના વ્યક્તિઓ ઘવાયા છે. જ્યારે બાર વર્ષની પુત્રી હેત્વીને ગંભીર ઈજા થતાં તેણીનું મૃત્યુ નિપજ્યું છે. અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. ઈજા ગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે નિરવભાઈ દવેની ફરિયાદ પરથી બસના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial