Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૪ વર્ષ પહેલાં નોંધાયો હતો ગુન્હોઃ
જામનગર તા. ૩૦: જામનગરમાંથી ૧૪ વર્ષ પહેલાં પોલીસે એક શખ્સને ગેરકાયદે હથિયાર સાથે પકડી પાડ્યો હતો. તેની સાથે રહેલો શખ્સ નાસી ગયો હતો. તે કેસ ચાલી જતાં અદાલતે નાસી ગયેલા શખ્સનો છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ગઈ તા.રપ-૮-૧૦ ના દિને કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં પૂર્વ બાતમીના આધારે બે શખ્સને રોકવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં એક શખ્સ નાસી ગયો હતો અને ઝડપાયેલા મુનરાજ મોતાભાઈ હાજાણી નામના શખ્સ પાસેથી ગેરકાયદેસર હથિયાર ઝડપાઈ ગયું હતું. આ શખ્સની પૂછપરછ કરાતા તેણે નાસી ગયેલા શખ્સનું નામ ઈકબાલ વલીમામદ સફીયા હોવાનું જણાવ્યું હતું.
બંને શખ્સ સામે પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો હતો. તે કેસ ચાલવા પર આવતા ફરિયાદ પક્ષે ૧૫ સાક્ષી તથા ૧૦ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. આરોપી પૈકીના ઈકબાલ વલીમામદના વકીલે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આ આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ અશોક એચ. જોષી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial