Advertisement
Author: નોબત સમાચાર

આરંભડામાં બીમારીથી કંટાળી જઈ યુવાને ખાઈ લીધો ગળાફાંસોઃ મૃત્યુ

ઉંઘની હાલતમાં યુવકને હૃદયરોગનો હુમલોઃ

જામનગર તા.૩૦ : ઓખા મંડળના આરંભડામાં રહેતા એક યુવાને લીવર તથા પથરીની બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઈ લીધો છે. જ્યારે ઓખાના આર.કે. બંદર પર લાંગરવામાં આવેલી એક બોટમાં નિદ્રાધીન માછીમારનું હૃદયરોગનો હુમલો આવી જતાં મૃત્યુ થયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા આરંભડા ગામના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા રણજીતભા જોધાભા સુમણીયા (ઉ.વ.૩૬) નામના યુવાન એકાદ વર્ષથી લીવર તથા પથરીની બીમારીથી પીડાતા હતા. તેની સારવાર ચાલુ હોવા છતાં સારૂ થતું ન હોવાના કારણે કંટાળી ગયેલા રણજીતભાએ શુક્રવારે સાંજે પોતાના ઘરમાં પંખામાં ચૂંદડી વડે ગાળીયો બનાવી ગળાટૂંપો ખાઈ લીધો હતો.

આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પત્ની લક્ષ્મીબેન સુમણીયાએ પોલીસને જાણ કરી છે. મીઠાપુર પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી છે.

ઓખાના આર.કે. બંદર પર માછીમારી માટે આવીને રહેતા મૂળ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કૃષ્ણપુર ગામના રાજેશ માવજીભાઈ ટંડેલ (ઉ.વ.૪૫) નામના યુવાન શનિવારે રાત્રે સીતારા નામની બોટની કેબીનમાં નિદ્રાધીન થયા પછી સવારે ઉઠ્યા ન હતા. આ યુવાનનું ઉંઘની હાલતમાં જ હૃદયરોગનો હુમલો આવી જતા મૃત્યુ થયાનું ભૂપેન્દ્ર દયારામ ટંડેલે પોલીસ સમક્ષ જાહેર કર્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh