Advertisement
Author: નોબત સમાચાર

વોટર સ્પોર્ટસ એકિટવિટીઝ અંગેના પ્રશ્નો ઉકેલાવાની આશા બંધાણી

પ્રવાસનમંત્રીની સંબંધિત અધિકારીઓને તાકીદ પછી

રાજયના પ્રવાસનમંત્રી મૂળુભાઈ બેરાએ તંત્રને શિવરાજપુર બીચ પર વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટિઝના રજીસ્ટ્રેશનના પ્રશ્નોનો ઉકેલ લાવવા સૂચના આપતા સેંકડો પરિવારોના રોજીરોટીના પ્રશ્નો ઉકેલની આશા બંધાણી છે.

દ્વારકા નજીકના શિવરાજપુર બીચમાં લાંબા સમયથી વોટર સ્પોર્ટસ એકિટવિટીઝ મંજૂરીના અભાવે બંધ હાલતમાં હોય જેના કારણે સ્થાનીક સેંકડો પરિવારોના રોજીરોટીના પ્રશ્નો ઉભા થયા છે.

આ અંગે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી બીચ પર વોટર સ્પોર્ટસ એકિટવિટીઝ શરૂ કરવા માંગ સમયાંતરે ઉઠવા પામતી હોવા છતાં હજુ સુધી શરૂ ન થતા તાજેતરમાં અને પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ શિવરાજપુર બીચ પર વોટરસ્પોર્ટસ એક્ટિવિટિઝના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અંગે ઉભા થયેલ પ્રશ્નો અંગે વાનવ્યવહાર વિભાગના સંયુકત સચિવ તથા ગુજરાત મેરીટાઈમ બોર્ડના ચીફ નોટીકલ ઓફિસર સાથે બેઠક યોજી આ પ્રશ્નોના તાકીદે નિકાલ અંગે તાકીદની સૂચનાઓ આપી હતી.

આ ટેલીફોનિક મિટિંગમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા પણ જોડાયા હતાં. આ કારણે સ્થાનિક રોજગારીનો પ્રશ્ન ઉકેલાતા સેંકડો પરિવારોને રાહત થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh