Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ચાર માસ પહેલા જ બનેલ સી.સી. રોડમાં ભ્રષ્ટાચારના ગાબડા દેખાયા

ભ્રષ્ટાચારમાં તરબતર બનેલી ભાજપ શાસીત જામનગર મહાનગર પાલિકાના અનેક કામો અંગે વિવાદ ઉભા થયા છે. દરરોજ એક નવો ભ્રષ્ટાચારનો કિસ્સો પ્રકાશમાં આવી રહ્યો છે. હજુ શ્રાવણી મેળાના મંડપનું ભાડુ અને તગડી રકમના ટાઉન હોલના ખર્ચમાં ચર્ચા છે ત્યાંજ કરોડો રૂપિયાના ખર્ચે માત્ર ચાર માસ પહેલા જ બનેલા સી.સી. રોડમાં ભ્રષ્ટાચાર સપાટી ઉપર દેખાતા ચર્ચા જાગી છે. રણજીત સાગર રોડ, શાલીગ્રામ હોસ્પિટલ પાછળ, મયુર ટાઉનશીપથી લાલપુર બાયપાસ હાઈવે પંચ બી પો. સ્ટે. સુધીનો ડીપી રોડ કરોડોના ખર્ચે માત્ર ચાર માસ પહેલા બનાવાયો હતો. પરંતુ આ કામને પણ ભ્રષ્ટાચારનો એરૃં અડકી જતાં માત્ર ચાર માસમાં રોડ તૂટી ગયો છે. અને થીગડા મારવામાં આવ્યા છે. અધિકારી દરેક વખતે એવો છાપેલો જવાબ આપે છે કે કોન્ટ્રાકટર પાસે પેચવર્કનું કામ કરાવાશે. પરંતુ કામ નબળુ ન થાય તે અંગે શા માટે કામ સમયે ધ્યાન આપવામાં આવતુ નથી. મહાનગર પાલિકાના અનેક કામોમાં કટકીની બદબુ આવતી રહે છે. પરંતુ મનપાના અધિકારીઓ, પદાધિકારીઓ ગેન્ડા જેવી જાડી ચામડી ધરાવતા હોવાથી કોઈ જ ફરક પડતો નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh