Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડના ત્રણ પાટિયા પાસે પીજીવીસીએલની વેરાડ પેટાવિભાગીય કચેરીનું લોકાર્પણ

રાજયના પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે

ખંભાળીયા તા. ૩૦: રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે ભાણવડ તાલુકાના ત્રણ પાટિયા પાસે રૂ.૮૯ લાખના ખર્ચે પી.જી.વી.સી.એલ જામનગર વર્તુળ કચેરી હેઠળની વેરાડ પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી મૂળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, લોકાર્પણ કરવામાં આવેલ વેરાડ પેટા વિભાગીય કચેરીને પરિણામે અંદાજિત ૩૨ જેટલા ગામના લોકોને સીધો લાભ પ્રાપ્ત થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં દેશ તથા રાજ્યે વિકાસની નવી ઉંચાઈઓ સર કરી રહૃાો છે. ભૂતકાળમાં સમયમાં વીજળીએ મૂળ સમસ્યા હતી પરંતુ વડાપ્રધાન દીર્ઘ દૃષ્ટિ પરિણામે આજે છેવાડાના વિસ્તારો સુધી વીજળી પહોચાડવામાં આવી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સકારાત્મક વાતાવરણમાં પોતાની સંપૂર્ણ કાર્યક્ષમતા સાથે જન સુખાકરી માટે કાર્ય કરી શકે તે માટે આવા સુંદર ભવનના નિર્માણ કરવામાં આવી રહૃાા છે. જનહિતલક્ષી કામો ઝડપથી પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર પણ સંપૂર્ણ પ્રતિબધતા સાથે આગળ ધપી રહી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દિવસે દિવસે જન સુખાકારી માટે નિર્ણયો લેવામાં આવી રહૃાા છે. પર્યાવરણના રક્ષણ અને જતન માટે રીન્યુએબલ એનર્જી દિશામાં રાજ્ય અગ્રેસર બની રહૃાું છે. છેવાડાના દરિયાકાંઠામાં જિલ્લાઓમાં રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે વિપુલ તકો રહેલી છે. આપણે સૌ નાગરિકો પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃત થઈ વધુમાં વધુ વૃક્ષારોપણ કરીએ તેમજ અન્યોને પણ જાગૃત કરવાની અપીલ કરી હતી.

કાર્યક્રમ પછી કેબિનેટ મંત્રી મૂળુભાઇ બેરા સહિતના મહાનુભાવો દ્વારા કચેરીના સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર એચ.ડી.વ્યાસ તથા આભારવિધિ જામજોધપુર વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેર એ.જે.દવે દ્વારા કરવામાં આવી હતી.

આ તકે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જીતેન્દ્રભાઈ કણઝારિયા,  તાલુકા વિકાસ અધિકારી એન.એલ. બેડીયાવદરા, અગ્રણી પાલાભાઈ કરમૂર, ગોવિંદભાઈ કનારા, રસિકભાઈ નકુમ, દેવશીભાઇ કરમુર, હમીરભાઈ કનારા,  સગાભાઈ રાવલિયા  સહિત પી. જી. વી. સી.એલ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા  ગ્રામજનો ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh