Advertisement
Author: નોબત સમાચાર

હાલારની ૧૬ સહિત દસ હજાર સહકારી મંડળીઓનું લોકાર્પણ : જિવંત પ્રસારણ

કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે

જામનગર તા. ૩૦: હાલારની નવી ૧૬ સહકારી મંડળીઓ સહિત કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી દસ હજાર સહકારી મંડળીઓ લોકાર્પિત કરાઈ હતીઃ જામનગર જિલ્લાની નવી નોંધાયેલ કુલ ૧૨ દૂધ મંડળીઓ તથા દ્વારકા જિલ્લાની નવી ચાર સહકારી મંડળીના હોદેદારોને નોંધણી પ્રમાણપત્ર અને ત્રણ મંડળીઓને માઈક્રો એ.ટી.એમ.નું વિતરણ કરાયું હતું.

સરકારની *સહકારથી સમૃદ્ધિ*ની પહેલને સાકાર કરવા સમગ્ર દેશમાં નવી રચના કરવામાં આવેલ ૧૦,૦૦૦ જેટલી પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળીઓ, દૂધ ઉત્પાદક મંડળીઓ તેમજ મત્સ્ય ઉછેર સહકારી મંડળીઓના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને મેગા ઇવેન્ટનું આયોજન તા.૨૫/૧૨/૨૦૨૪ ના રોજ દિલ્લીમાં કરવામાં આવ્યું હતું. જ્યારે ગાંધીનગરમાં યોજાયેલ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા સહકાર મંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા ઉપસ્થિત રહયા હતાં. જે અન્વયે જામનગર જિલ્લામાં પણ *વિવેકાનંદ ભવન* સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવેલ.જેમાં અમિતભાઈ શાહના ઉદ્બોધનનું તેમજ રાજય કક્ષાના જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.

જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જામનગર જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના ચેરમેન કાંતિભાઈ ગઢિયા, ધી જામનગર જિલ્લા સહકારી બેન્કના સી.ઈ.ઓ.અલ્પેશભાઇ મોલિયા તથા સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો-ઓપ. સોસાયટીના વાઈસ ચેરમેન તથા ડીરેક્ટરો તથા સહકાર ભારતી પરિષદના જિલ્લા ઉપાધ્યક્ષ સહિત ઉપસ્થિત રહેલ જેમાં જામનગર જિલ્લાની નવી નોંધાયેલ કુલ ૧૨ દૂધ મંડળીઓના હોદેદારોને નોંધણી પ્રમાણપત્ર અને ત્રણ દૂધ મંડળીઓના હોદેદારોને બેંક દ્વારા માઈક્રો એ.ટી.એમ.નું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ સહકારી પ્રવૃત્તિઓથી થતા લાભો અને ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લાના સહકારી મંડળીઓના હોદેદારો તથા સભાસદો બહોળી સંખ્યામાં હાજર રહયા હતાં અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, જામનગર દ્વારા કરવામાં આવ્યું હતું. સાંસદ પૂનમબેન માડમે કાર્યક્રમ અંતર્ગત શુભેચ્છા સંદેશ પાઠવી હતી.

દ્વારકા જિલ્લો

દ્વારકા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખંભાળિયામાં યોજાયો હતો. જેમાં કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના ઉદબોધનનું લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.

દ્વારકા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના ચેરમેન હમીરભાઈ ગોજીયા, ડિરેકટરો અરસીભાઈ ગોજીયા, રણમલભાઈ વારોતરીયા સી.ઈ.ઓ. નિલેશભાઈ પટેલ તથા ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખંભાળિયા પી.એસ. જાડેજા સેક્રેટરી ભાવેશભાઈ જોગલ તથા ડિરેકટરો ઉપસ્થિત રહ્યા હતાં, જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની નવી નોંધાયેલ કુલ ૦૪ સેવા સહકારી મંડળીના હોદેદારોને નોંધણી પ્રમાણપત્રનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત સહકારી પ્રવૃત્તિઓથી થતા લાભો અને ફાયદાઓ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લાના સહકારી મંડળીઓના હોદેદારો તથા સભાસદો બહોળી સંખ્યામાં હાજર રહેલ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, દેવભૂમિ દ્વારકા દ્વારા કરવામાં આવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh