Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધર્મના નામે થતા દબાણો ઉપર અંકુશ આખરી
જામનગર તા. ૩૦: દેશ વિરોધી પ્રવૃત્તિઓ તથા ધર્મના નામે થતા ગેરકાયદે દબાણો રોકવા માટે હાલારના મરીન નેશનલ પાર્કમાં આવેલા ટાપુઓમાં લોકોની અવર-જવર શરૂ કરવાની પરવાનગી આપવી જોઈએ તેવી માંગણી ઉઠવા પામી છે.
જન જાગૃતિ અભિયાન સોસાયટી-ગુજરાતના સેક્રેટરી નિતિન બી. પટેલ (એડવોકેટ) એ સરકાર સમક્ષ રજૂઆત કરતા જણાવે છે કે, મરીન નેશનલ પાર્ક જામનગર સંવેદનશીલ વિસ્તાર છે, ધર્મસ્થાન હેતુ માટે આ વિસ્તારમાં ટાપુઓ તથા કિનારાની જમીન ઉપર ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે. સરકારી એજન્સીઓની અવર-જવર મર્યાદિત હોવાથી તથા પ્રવાસનો અને વ્યવસાયકોની અવર-જવર ઉપર પાબંદી હોવાથી દબાણો-પ્રદુષણ અંગેની માહિતી સરકારને સમયસર મળતી નથી. પરિણામે ટાપુઓ ઉપર ગેરકાયદે ધર્મસ્થાનો ઉભા થઈ રહ્યા છે. પ્રકૃત્તિ શિક્ષણ શિબિર માટે દેશ વિદેશથી પ્રવાસીઓ અહિં મુલાકાતે આવતા હતાં. પરંતુ વિકાસના નામે છાસવારે મરીન નેશનલ પાર્ક દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવે છે.
પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળે તથા દેશ વિરોધી પ્રવૃત્તિની જાણકારી તંત્ર સુધી પહોંચી શકે તે માટે જામનગર હોટલ-રેસ્ટોરન્ટ તથા સામાજીક સંસ્થાઓએ વર્ષ ૨૦૦૮માં જે તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સમક્ષ રજૂઆત કરી પીરોટન ટાપુ પર વિદ્યાર્થીઓ સમક્ષ પ્રકૃત્તિ મંડળને પરવાનગી મળે તેવી વ્યવસ્થા કરી હતી. પરંતુ તા. ૧-૧૨-૨૦૧૭ ના આ ટાપુ બંધ કરી દેવામાં આવ્યો હતો.
પ્રકૃત્તિ પ્રેમીઓના રોષને ઠારવા વર્ષ ૨૦૨૧માં મુખ્ય વન સંરક્ષક-ગાંધીનગર દ્વારા પ્રવાસન પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ જામનગર મરીન નેશનલ પાર્ક દ્વારા અમલમાં લેવાયેલા મનઘડત નિયમથી આ ટાપુ ઉપર કોઈ સંસ્થા કે એજન્સી તૈયાર નથી. પરીણામે છેલ્લા ચાર વર્ષથી પીરોટન ટાપુ બંધ સમાન છે. ટાપુમાં નેચર ટુર માટેની મંજૂરી માટે અનેક સંસ્થાઓ મરીન નેશનલ પાર્ક કચેરીએ ધકકા ખાધા છે. પરંતુ અહિં મુખ્ય વન સંરક્ષક અથવા નાયબ વન સંરક્ષક કયારેય હાજર હોતા નથી.
અધિકારી રૂબરૂ નહીં મળતા પત્ર દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી. તો એક પણ પત્રનો જવાબ આપવામાં આવ્યો નથી. કે રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવી નથી. જામનગરની સંસ્થાઓ લાખોટા નેચર કલબ, નવાનગર નેચર કલબ, નિસર્ગ નેચર કલબ તથા પ્રકૃત્તિ નેચર કલબ વગેરે દ્વારા વનમંત્રી, સાંસદ, ધારાસભ્યને પણ રજૂઆતો કરી હતી. પરંતુ અધિકારીઓ ઉઠા ભણાવી રહ્યા છે.
પીરોટન ટાપુ ઉપર અવર-જવર માટે મંજૂરી આપવી જોઈએ. જેથી પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળશે, ધંધા રોજગારીને પ્રોત્સાહન મળશે. તથા દબાણો, ગેરકાયદે પ્રવૃત્તિની માહિતી પણ સરકારને મળી શકશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial