Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉ.ભારતના પહાડોમાં હિમવર્ષાના પગલે જનજીવન ઠુંઠવાયુ
જામનગર તા. ૩૦: ઉત્તરભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલ હિમવર્ષાના પગલે પડતી તિવ્ર ઠંડીથી હાલારવાસીઓ ધ્રુજી ઉઠયા છે. છેલ્લા ચોવીસ કલાકમાં ૧.૨ ડિગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ૧૪.૨ ડિગ્રી નોંધાયુ હતું.
ઉત્તરભારતના પહાડી વિસ્તારોમાં હાલ હિમવર્ષાનો દોર ચાલી રહ્યો છે. જેના પગલે જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ તથા હિમાચલ પ્રદેશમાં તાપમાનનો પારો માઈનસમાં પહોંચી ગયો છે. માર્ગો, મેદાનો, પહાડો, ઘર તથા વૃક્ષો બરફ આચ્છાદીત થઈ ગયા છે. ઝરણાઓ તથા શ્રીનગરમાં આવેલ ડલ લેક થીજી ગઈ છે. હાડ થીજવતી ઠંડીના પગલે ત્યાંનું જનજીવન ઠંઠવાઈ ગયું છે. પ્રજાજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉત્તરના ઠંડા પવનોના પગલે પંજાબ, હરીયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત સહીતના રાજયોમાં પણ ઠંડીમાં વધારો થયો છે.
ઉત્તર ભારતમાંથી આવતા હિમ જેવા ઠંડા પવનોના પગલે જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ઠંડી પડી રહી છે. હાલારવાસીઓ તિવ્ર ઠંડીથી ધ્રુજી ઉઠયાં છે. ઠંડીના પગલે ગઈકાલે રાત્રે લોકોની ચહલ-પહલ સામાન્ય દિવસ કરતા ઓછી જોવા મળી હતી.
જામનગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન ૧.૨ ડિગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ૧૪.૨ ડિગ્રી જયારે અડધો ડિગ્રી ઘટીને મહત્તમ તાપમાન ૨૪.૫ ડિગ્રી નોંધાયું હતું.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૨ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧૫ થી ૨૦ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial