Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની શ્રી એ.કે. દોશી વિદ્યાલયનું ગૌરવઃ
જામનગર તા. ૩૦: ઓલ ઈન્ડિયા રામાનુજન મેથ્સ કલબ દ્વારા જુનાગઢમાં અઢારમાં રાજય ગણિત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૨ જિલ્લાના કુલ ૫૦૦ વિદ્યાર્થીએ ભાગ લીધો હતો.
આ મેથ્સ કન્વેકશનમાં ભવન્સ એ.કે. દોશી વિદ્યાલયના ૨૩ વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જેમાં મેથેમેટીશ્યન રોલ પ્લે કોમ્પીટીશનમાં જાડેજા શિવરાજસિંહ ધોરણ-૧૧ પ્રથમ સ્થાન, મેથ્સ કવીઝમાં પંડયા ગીત તથા કુંડલીયા યશ ધોરણ-૧૨ તૃતીય સ્થાન ઉપરાંત મેથ્મ મોડેલ મેકીંગમાં ૮ વિદ્યાર્થીઓ અને મેથ્સ પઝલમાં ૪ વિદ્યાર્થીએ પ્રોત્સાહક ઈનામ પ્રાપ્ત કર્યા છે. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ સંસ્થાના સેક્રેટરી જયોતિન્દ્રભાઈ વછરાજાની, ટ્રેઝરર રજનીકાંતભાઈ પ્રાગડા, શાળાના પ્રિન્સિપાલ, ડાયરેકટર ભારતીબેન વાઢેરે વિજ્ઞાન શિક્ષકો અલ્પાબેન કામદાર, ભૂમિકાબેન ગોપીયાણી અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial