Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લૌરા લૂમરના ભારતીયો અંગે અપમાનજનક નિવેદન સામે મસ્ક અને રામાસ્વામીના આકરા વલણ પછી
વોશિંગ્ટન તા. ૩૦: ચૂંટણી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે એચ-૧બી વિઝા સહિત ઈમિગ્રેશન મુદ્દે આકરૂ વલણ અપનાવ્યું હતું, પરંતુ હવે મસ્ક અને રામાસ્વામીના આક્રમક વલણ પછી ટ્રમ્પે એચ-૧બી-વિઝાનું સમર્થન કર્યું છે.
અમેરિકાના લોરા લૂમર નામના એક રાજકીય કાર્યકરે એચ-૧બી વિઝા લઈને અમેરિકા જનારા ભારતીયો અંગે અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરતા ભારે વિવાદ ચાલી રહ્યો છે. આ મામલે ટ્રમ્પના સમર્થક એવા બાયોટેક ઉદ્યોગસાહસિક વિવેક રામાસ્વામી અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે લૌરાની ઝાટકણી કાઢ્યા પછી હવે ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન અપાવ્યું છે.
વાસ્તવમાં અમેરિકમાં યોજાયેલી તાજેતરની ચૂંટણી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે એચ-૧બી વિઝા સહિત ઈમિગ્રેશન મુદ્દે આકરૂ વ અપનાવવાની વાત કરી હતી. એટલું જ નહીં, અગાઉ તેઓ પ્રમુખ બન્યા હતાં, ત્યારે વિઝા પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલ બનાવી દીધી હતી. તેથી આ વખતે એવું મનાઈ રહ્યું હતું કે, ટ્રમ્પની જીત પછી વિઝા નિયમો ફેરફાર કરી આકરા બનાવી દેવાશે. આ ઉપરાંત ચૂંટણી વખતે જ લૌરા લૂમરે અમેરિકામાં આવતા ભારતીયો માટે આક્રમણખોરો જેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો, જેના કારણે મોટી વિવાદ ચાલી રહ્યો છે. આ મુદ્દે રામાસ્વામી અને મસ્કે લૌરાની આકરી ઝાટકણી કાઢી હતી અને હવે ટ્રમ્પે પણ વિઝા અંગે નિવેદન આપ્યું છે. ટ્રમ્પે એચ-૧બી વિઝા અંગે ચાલી રહેલી ચર્ચાઓને રદીયો આપી દીધો છે અને કહ્યું છે કે, તેઓ વર્તમાન એચ-૧બી ના પ્રોગ્રામ પર વિશ્વાસ કરે છે.
એચ-૧બી વિઝા આકરા બનાવવાના મામલા પર ટ્રમ્પે કહ્યું કે, 'મને હંમેશાં વિજા પસંદ છે, હું હંમેશા વિઝાનું સમર્થન કરતો રહ્યો છું, તેથી જ મારી પાસે વિઝા છે. મારી સંપત્તિમાં અનેક એચ-૧બી ધારકો રહે છે. હું એચ-૧બી વિઝા પર વિશ્વાસ કરૂ છું. મેં તેનો અનેક વખત ઉપયોગ કર્યો છે અને આ એક શ્રેષ્ઠ પ્રોગ્રામ છે.'
ઉલ્લેખનિય છે કે, દુનિયાભરના ભણેશ્રીઓ માટે એચ-૧બી વિઝા એ અમેરિકામાં ઘૂસવા માટેની ચાવી છે. અમેરિકન કંપનીઓ આ વિઝા અંતર્ગત દુનિયાના કોઈપણ ખૂણે વસતા માણસને નોકરી આપીને અમેરિકા બોલાવી શકે છે. આ વિઝાનો ભરપૂર ફાયદો ભારતીયો દાયકાઓથી ઊઠાવતા આવ્યા છે, જો કે તાજેતરમાં લૌરા લૂમર નામના એક 'ફાર-રાઈટ' (અત્યંત-જમણેરી વિચારધારા ધરાવનારા) કાર્યકરે એચ-૧બી વિઝા લઈને અમેરિકા જનારા ભારતીયો માટે 'થર્ડ વર્લ્ડ ઈન્વેડર્સ ફ્રોમ ઈન્ડિયા' (ત્રીજા વિશ્વ 'ભારત'માથી આવનારા આક્રમણખોરો) જેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો. જેના કારણે વિઝા મામલે અમેરિકામાં વિવાદ ચાલી રહ્યો છે.
લૌરાના નિવેદન પછી ઈલોન મસ્ક અને વિવેક રામાસ્વામી મેદાનમાં આવ્યા હતાં અને બન્નેએ લૌરાની વાતનો વિરોધ કર્યો હતો. ત્યારપછી ટ્રમ્પે પણ મસ્ક અને રામાસ્વામીના વાતનું સમર્થન કર્યું હતું. મસ્ક પોતે જ એચ-૧બી વિઝા પર દક્ષિણ આફ્રિકાથી આવેલા છે અને તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, 'અમેરિકાના જીતાવડા માટે વિદેશોમાંથી વિશેષ એન્જિનિયરીંગ પ્રતિભાને પ્રોત્સાહન આપવું જરૂરી છે.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial