Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભરતીની જાહેરાતને ચાર-ચાર મહિના થયા છતાં ગુજરાતમાં શિક્ષકોની ૩૮ હજાર જગ્યાઓ ખાલી!
ખંભાળિયા તા. ૩૦: 'ભણશે ગુજરાત-આગળ વધશે ગુજરાત'ના સૂત્રો વચ્ચે ગુજરાત રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા જ ર૪ હજાર શિક્ષકો પ્રાથમિક, માધ્યમિક, ઉ.મા. શાળાઓમાં કરવાની જાહેરાતો વચ્ચે ૩૮૦૦૦ જેટલા શિક્ષકોની ખાલી જગ્યાઓ શિક્ષણની અધોગતિ જેવી સ્થિતિ દર્શાવે છે. આમાં ક્યાંથી ભણે ગુજરાત?
રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં બદલીઓ થતા હજારો જગ્યાઓ જિલ્લાદીઠ ખાલી છે તો ગ્રાન્ટેડ શાળાઓમાં જુના શિક્ષકો તથા શિક્ષણ સહાયકોની ભરતી માટે જાહેરાતને પણ ચારેક મહિના થયા હજુ પણ પ્રોવીઝનલ મેરીટ લિસ્ટ મૂકાયું નથી. પ્રાથમિક તથા ગ્રાન્ટેડ શાળાઓમાં મોટેભાગે ગરીબ કુટુંબોના જ બાળકો ભણતા હોય છે ત્યારે સરકાર ભરતી ના કરતા આવી શાળાઓમાં મહત્ત્વના વિષયોના શિક્ષકો ના હોય ડિઝિટલ ગુજરાતના જમાનામાં ગોકળ ગાયની ગતિએ ચાલતી શિક્ષણ વિભાગની ભરતી પ્રક્રિયા ભારે ટીકાપાત્ર બની છે.
સુરતના અગ્રણી કેળવણીકાર શ્રી ફૂલચંદભાઈ પટેલે રાજ્ય સરકાર ભરતી અંગે ત્વરિત કામગીરી કરે તેવી માંગ પણ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial