Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેલબોર્ન તા. ૩૦: ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચેના બોર્ડર-ગવાસ્કર ટેસ્ટ શ્રેણીના બોકસીંગ ડે ચતુર્થ ટેસ્ટ મેચમાં ભારતનો ૧૮૪ રનથી શરમજનક પરાજય થયો છે. ટેસ્ટ મેચમાં ભારતનો ૧૮૪ રનથી શરમજનક પરાજય થયો છે.
ભારતના રેકોર્ડ પ્રસ્થાપિત કરનારા ટોચના બેટઘરો રોહીત શર્મા, વિરાટ કોહલી, રાહુલ વધુ એક વખત નિષ્ફળ ગયા હતા અને ભારતનો પ્રથમ દાવ માત્ર ૧૫૫ રનમાં પૂરો થયો હતો.
મેચ જીતવા માટેના ૩૪૦ રનના લક્ષ્યાંક સાથે ભારતે બીજો દાવ શરૂ કર્યો હતો. રોહીત શર્મા ૯ રન, કે.એલ. રાહુલ શૂન્ય રન, વિરાટ કોહલી પાંચ રન, પંત ૩૦ રન, જાડેજા બે રન, નિતિશ રેડ્ડી એક રન, આકાશદીપ ૭ રન, બુમરાહ શૂન્ય રન, સીરાજ શૂન્ય રન કરી આઉટ થયા હતા. જયારે એક માત્ર જયસ્વાલે ૮૨ રન કર્યા હતાં.
પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં બે મેચ ઓસ્ટ્રેલીયા જીત્યુ છે, એક મેચમાં ભારતનો વિજય થયો છે, એક મેચ ડ્રો થયો હોય આ શ્રેણીમાં ઓસ્ટ્રેલીયા ૨-૧થી આગળ છે.
પાંચમો અને અંતિમ ટેસ્ટ મેચ ૩ જાન્યુ ૨૫થી સીડનીમાં રમાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial