Advertisement
Author: નોબત સમાચાર

દસ્તાવેજ નોંધણી માટે ઓનલાઈન એપોઈન્ટમેન્ટની સરકારી વેબસાઈટમાં સુધારો કરવા રજૂઆત

આધારકાર્ડ, તાલુકા, જિલ્લાની માહિતી વિદેશી પક્ષકારો પાસે કયાંથી હોય?

જામનગર તા. ૩૦: દસ્તાવેજ નોંધણી માટે વિદેશી પક્ષકારને નડતી મુશ્કેલી અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

જામનગરના એડવોકેટ હિરેન ગુઢકાએ રાજયના નોંધણી નિરીક્ષકને પત્ર પાઠવી રજૂઆત કરતા જણાવે છે કે, દસ્તાવેજ નોંધણી માટે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ મેળવવાની પદ્ધતિ અમલમાં છે. આ માટે ડેટા એન્ટ્રી કરતા સમયે જો કોઈ પક્ષકાર વિદેશમાં રહેતા હોય તેને મુશ્કેલી નડે છે.

ખાસ કરીને સરનામુ નાખવામાં રાજય, તાલુકા, અને દેશ સીલેકટ કરવા પડે છે અને ઝીપ કોડ કે પીન કોડ જો છ આંકડામાં ન હોય તો લખી શકાતો નથી. જેથી ગુજરાત સરકારની વેબસાઈટમાં ફેરફાર કરવો જરૂરી છે. એપોઈન્ટમેન્ટ મેળવતા સમયે ડેટા એન્ટ્રીમાં આધાર કાર્ડ લખવો ફરજીયાત છે. વિદેશમાં વસવાટ કરતા અનેક પાસે આધાર કાર્ડ નંબર હોતા નથી. આવા સંજોગોમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

જેથી એન.આર.આઈ. વ્યકિતઓના કિસ્સામાં આધાર નંબર મરજીયાત કરવા જોઈએ અને સરકારની વેબસાઈટમાં યોગ્ય ફેરફાર કરવો જોઈએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh