Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાર ઘાયલો હોસ્પિટલમાં: ફેસબુક દ્વારા અપાઈ માહિતી
સિદામા તા. ૩૦: દક્ષિણ ઈથોપિયામાં નેશનલ હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માતમાં ૬૬ લોકોના મૃત્યુ નિપજ્યા હતાં. એક કાર અને મુસાફરોથી ભરેલી બસ વચ્ચે ટક્કર સર્જાયા બાદ બન્ને વાહનો કેનાલમાં ખાબકી હતી. લોકોએ બચાવ કામગીરી હાથ ધરીને કેનાલમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતાં. પરંતુ ત્યાં સુધીમાં ૬૬ લોકોના મોત થઈ ચૂક્યા હતાં. જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
આફ્રિકન કન્ટ્રી ઈથોપિયામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ૬૦ થી વધુ લોકોના મોત થયા છે. આ ઉપરાંત કેટલાક લોકો ઘાયલ પણ થયા છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ઈથોપિયાની રાજધાની અદીસ અબાબાથી લગભગ ૩૦૦ કિ.મી. દૂર સિદામા રાજયમાં આ અકસ્માત થયો હતો. સિદામા પ્રાદેશિક આરોગ્ય બ્યુરોએ ફેસબુક પર આ ઘટના અંગે વધુ માહિતી આપી નથી. પરંતુ તેમણે જણાવ્યું હતું કે, આ એક કાર દુર્ઘટના હતી, જેમાં ૬૬ લોકોના મોત થયા છે, ઉપરાંત આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાનું પણ સામે આવ્યું છે.
ફેસબુકના માધ્યમથી આવેલી વિગત અનુસાર આ ઘટના બોના ઝુરિયા વોરેડામાં ગેલાના બ્રિજની પૂર્વ બાજુએ બની હતી, ચાર ઘાયલ મુસાફરો બોના જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બીજી તરફ હેલ્થ બ્યુરો દ્વારા આપવામાં આવેલી તસ્વીરોમાં મોટી સંખ્યામાં લોકો આ કારની આસપાસ દેખાય છે, જે આંશિક રીતે પાણીમાં ડૂબી ગઈ છે, અને ઘણા લોકો તેને પાણીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
બ્યુરો દ્વારા શેર કરવામાં આવેલી અન્ય તસ્વીરોમાં મૃતદેહો તાડપત્રીથી ઢંકાયેલા જમીન પર પડેલા જોવા મળે છે. બ્યુરોએ પિડીતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે આ અકસ્માત અંગે એમ પણ કહ્યું હતું કે, તેઓ આ અંગે વધુ માહિતી પછીથી શેર કરશે.
ઉલ્લેખનીય છે કે, આફ્રિકાના બીજા સૌથી મોટી આબાદી ધરાવતા દેશ ઈથોપિયાના માર્ગ અકસ્માતોની ઘટના સામાન્ય છે, ત્યાં મોટા ભાગના રસ્તાઓની પરિસ્થિતિ ખરાબ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial