Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૦૦થી વધુ પશુપાલકો જોડાયા
જામનગર તા. ૩૦: લાલપુર તાલુકાના મોડપર ગામે ગ્રામ સમૃદ્ધિ પ્રોજેકટ અંતર્ગત પશુ પ્રદર્શની તથા પશુ પાલકો માટે માર્ગદર્શક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પશુપાલકોને જિલ્લાના પશુ ચિકિત્સા અધિકારીઓ દ્વારા પશુપાલનને લગતી વિવિધ યોજનાકિય જાણકારી અપાઈ હતી.
લાલપુર તાલુકાના મોડપર ગામે નયારા એનર્જી પ્રા.લિ.તથા મ્ૈંજીન્ડ્ઢ- મ્છૈંહ્લ દ્વારા અમલીકૃત ગ્રામ સમૃદ્ધિ પ્રોજેક્ટ અંતર્ગત પશુ પ્રદર્શન હરીફાઈ તથા પશુ પાલકો માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.જેમાં અંદાજિત ૧૦૦ થી વધુ પશુપાલકો જોડાયા હતા.
આ કાર્યક્રમ દરમિયાન નયારા એનર્જી પ્રા.લિ.તથા બીઆઈએસએલડી-બીએઆઈએફ ના અધિકારીઓ તથા પશુપાલન શાખા જિલ્લા પંચાયત જામનગર સંચાલિત પશુ દવાખાના લાલપુરના પશુ ચિકિત્સા અધિકારી ડો.અંકિત પટેલ તથા પશુ દવાખાના મોડપરના પશુચિકિત્સા અધિકારી ડો.ડી.એન.બંધિયાએ પશુપાલકોને પશુ પોષણ, પશુ આરોગ્ય, પશુ આહાર, પશુ સંવર્ધન તથા સેક્સ સોર્ટેડ સિમન દ્વારા પશુઓમા કૃત્રિમ બીજદાન, પશુધન વીમા સહાય યોજના, પશુધન કિસાન ક્રેડિટ કાર્ડ, ૨૧મી પશુધન વસ્તી ગણતરી જેવી વખતો વખત સરકાર દ્વારા અમલીકૃત થતી વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા. ઉપરાંત હાજર રહેલ પશુઓ માલિકોને પ્રોત્સાહન ભેટ તથા મીનરલ મિક્સર આપવામાં આવ્યા હતા.
આ અંગે વધુ માહિતી આપતા નાયબ પશુપાલન નિયામક તેજસ શુક્લએ જણાવ્યું હતું કે પશુ પ્રદર્શિનીનો મુખ્ય ઉદેશ પશુપાલકોમા જાગૃતિ લાવવા, વાછરડી-પાડીની સંભાળ અને વ્યવસ્થાપન થકી પશુ ફાર્મની ઉત્પાદકતા વધારવા, ફાર્મની લાંબા ગાળાની સફળતા, નફાકારકતા અને ટકાઉપણું સુનિશ્ચિત કરવાની છે. આજની વાછરડી કે પાડી એ આવતીકાલનું દુધાળુ પશુ બની પશુપાલકોની આવક બમણી કરવામાં મુખ્ય યોગદાન આપી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial