Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શાળા-કોલેજો બંધઃ બજારોને તાળાઃ રર૧ ટ્રેનો રદ્: ઈમરજન્સી સેવાઓ યથાવત્: લગ્ન, ઈન્ટરવ્યૂ, પરીક્ષામાં હસ્તક્ષેપ નહીં, ચૂસ્ત બંદોબસ્ત
નવી દિલ્હી તા. ૩૦: એમએસપી ગેરંટી સહિત ૧૬ માંગણીઓ સાથે જાહેર કરાયેલું ખેડૂતોનું બંધનું એલાન સફળ રહ્યું છે અને બજારો, શાળા-કોલેજો બંધ. પરિવહન સેવા પણ ઠપ્પ થઈ ગઈ છે. માર્કેટ યાર્ડ પણ સજ્જડ બંધ છે. જનજીવન ખોરવાયું છે. ટ્રેનો કેન્સલ થઈ છે. હાઈ-વે પર ખેડૂતો બેસી ગયા છે.
એમએસપી સહિતની ૧૩ માંગણીઓ સાથે ખેડૂત સંગઠનો દ્વારા બોલાવામાં આવેલા પંજાબ બંધની અસર હવે દેખાઈ રહી છે. ખેડૂતોએ સવારે ૭ વાગ્યે પંજાબના હાઈ-વે બંધ કરી દીધા હતાં. ખેડૂતો અમૃતસર-દિલ્હી નેશનલ હાઈ-વે પર બેસી ગયા છે. આ હાઈ-વે પરથી પસાર થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉલ્લેખનિય છે કે, ખેતીના પાક માટે એમએસપી ગેરંટી કાયદા સહિત ૧૩ માંગણીઓ માટે આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં આજે પંજાબ બંધનું એલાન સફળ થઈ રહેલું જોવા મળે છે.
સંયુક્ત કિસાન મોરચામાં મજદૂર મોરચાના નેતૃત્વમાં આજે ખેડૂતોના પંજાબ બંધના કારણે રાજ્યના તમામ બજારો અને સંસ્થાઓને પણ તાળા લાગી ગયા છે. પંજાબ બંધને કારણે રાજ્યમાં રેલ અને બસ સેવાઓ, તમામ દુકાનો, શાકભાજી બજારો, સરકારી અને બિનસરકારી કચેરીઓ, પેટ્રોલ પંપ અને ગેસ પંપ બંધ છે.
જો કે મેડિકલ સ્ટોર સહિતની ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. આ ઉપરાંત એરપોર્ટ, લગ્નની સરઘસ, ઈન્ટરવ્યૂ અને પરીક્ષામાં જતા લોકોની અવરજવર પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.
પંજાબમાં ખેડૂતોની હડતાલની મોટી અસર રેલ ટ્રાફિક પર જોવા મળી રહી છે. ખેડૂતોના વિરોધને કારણે રર૧ ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે, જ્યારે ૧૯ ટ્રેનોને ટૂંકાવી દેવામાં આવી છે.
ખેડૂતોના આંદોલનના સમર્થનમાં આજે પંજાબ બંધના એલાન અંતર્ગત આજે સવારે ૭ વાગ્યાથી ખેડૂતોએ હાઈ-વે બંધ કરી દીધો છે. જલંધર-દિલ્હી નેશનલ હાઈ-વે અને અમૃતસર-દિલ્હી હાઈ-વે પર ખેડૂતો બેઠા છે. પંજાબમાં ર૦૦ સ્થોએ રસ્તાઓ બંધ છે. મોહાલીમાં એરપોર્ટ બ્લોક કરી દેવામાં આવ્યો છે. આ સાથે ૧પ ટ્રેનો મોડી ચાલી રહી છે, જ્યારે ૯ ટ્રેનો રોકવામાં આવી રહી છે. દોડાવવામાં આવી રહેલી ટ્રેનોને એવા સ્થળોએ રોકવામાં આવશે જ્યાં રેલવે મુસાફરોને કોઈ અસુવિધાનોસામનો ન કરવો પડે. મોહાલીના ઈસર પાસેના ચકને પણ બંધ કરી દેવામાં આવ્યો છે. આ એરપોર્ટ રોડ દિલ્હી સહિત હિમાચલ પ્રદેશને પંજાબથી જોડે છે.
સામાન્ય દિવસોમાં આ એરપોર્ટ રોડ પર વાહનોની અવર-જવર રહેતી હતી, કારણ કે આ રોડ પંજાબને હરિયાણા અને ચંદીગઢ સાથે જોડે છે. ખેડૂતોએ ભટિંડા હાઈ-વે પર ધારેરી જટ્ટા ટોલ પ્લાઝાને પણ બ્લોક કરી દીધો છે. તમામ રસ્તાઓ બંધ થવાને કારણે પંજાબ અને ચંદીગઢ યુનિવર્સિટીઓમાં પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે.
ખેડૂતોના બંધના એલાનને એસજીપીસી સહિત અનેક ધાર્મિક અને સામાજિક સંગઠનોએ ટેકો આપ્યો છે. એસજીપીસીના પ્રમુખ એડવોકેટ હરજિન્દરસિંહ ધામીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ તેમનું જિદ્દી વલણ છોડીને અગ્રતાના ધોરણે ખેડૂતોની વાજબી માંગણીઓ સ્વીકારવી જોઈએ. એસજીપીસી કાર્યાલયો અને તેની સંસ્થાઓ સોમવારે બંધ રહેશે.
ખેડૂત નેતા સર્વનસિંહ પંઢેરે જણાવ્યું હતું કે બંધ દરમિયાન કોઈપણ ઈમરજન્સી સેવાઓ ખોરવાશે નહીં. બંધ શાંતિપૂર્ણ રીતે પાર પાડવામાં આવશે તેમજ એસજીપીસી એ પણ ખેડૂતોની હડતાલના સમર્થનમાં તેની ઓફિસો અને સંસ્થાઓમાં રજા જાહેર કરી છે. ખેડૂત આગેવાનોએ તેમના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકોને ખન્નૌરી અને શંભુ બોર્ડર પહોંચવા હાકલ કરી હતી. ખેડૂતો નેતા પંઢેરે જણાવ્યું હતું કે, તેમના વતી ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને સુપ્રિમ કોર્ટના જજને છેલ્લા ૩૪ દિવસમાં પત્રો લખવામાં આવ્યા છે, પરંતુ કોઈએ તેમની માંગણીઓ પર ધ્યાન આપ્યું નથી અને વાટાઘાટો કરવાનો કોઈ પ્રયાસ કર્યો નથી.
પંજાબ બંધને લઈને યુનિયનની બેઠક યોજાઈ હતી. તે પછી યુનિયનના પરમુખ રેશમસિંહે કહ્યું કે, ખેડૂતોએ સવારે ૭ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી પંજાબ ધનું એલાન આપ્યું છે, પરંતુ આખા દિવસની હડતાલ શક્ય નથી. અમે લોકોને પરેશાન કરવા માંગતા નથી. આ કારણથી હું ખેડૂતોને ચાર કલાક સમર્થન આપીશ.
અત્રે ઉલ્લેખનિય છે કે, પીઆરટીસી પંજાબ અને અન્ય રાજ્યોમાં પ૭૭ રૂટ પર બસો ચલાવે છે, જેની અસર આ સમયગાળા દરમિયાન થશે. આ બસો પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, દિલ્હી, રાજસ્થાન અને ઉત્તરાખંડને આવરી લે છે. પીઆરટીસી પાસે ૯ ડેપો છે જ્યાંથી આ બસો દોડશે નહીં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial