Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગમાં ૧૪૪ વિદ્યાર્થીઓનું સ્ક્રીનીંગ કરાયું:
જામનગર તા. ૩૦: થેલેસેમિયા રોગ વિશે જાગૃતિ ફેલાવવા તથા વિદ્યાર્થીઓનું પ્રારંભિક તબક્કે નિદાન કરવા અને થેલેસેમિયા રોગને આગળ વધતો અટકાવવા સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ, જામનગરના ડીન ડો.નયના પટેલ તથા ભારતીય રેડક્રોસ સોસાયટી, જામનગર શાખાના નેતૃત્વમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓમાં થેલેસેમિયા સ્ક્રિનિંગને ફરજિયાત બનાવવાની માર્ગદર્શિકાના ભાગરૂપે જામનગર ડેન્ટલ કોલેજમાં થેલેસેમિયા સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સંસ્થામાં અભ્યાસ કરતા ફર્સ્ટ બી.ડી.એસ. તથા બાકી અન્ય વર્ષના વિદ્યાર્થીઓ પૈકીના કુલ ૧૪૪ કરતાં વધુ વિદ્યાર્થીઓનું નિષ્ણાત આરોગ્યકર્મીઓ તથા લેબ ટેકનિશીયનની ટીમ દ્વારા સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. તેમજ તમામ વિદ્યાર્થીઓને થેલેસેમિયા રોગ, રોગનો પ્રભાવ અને તેને રોકવાના પગલાં વિશે શિક્ષિત કરવા માહિતીપત્રક અને કાઉન્સેલિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ.
થેલેસેમિયા મેજર સાથેના બાળકોના જન્મને રોકી શકાય તેમજ વર્ષ-૨૦૨૫ના અંત સુધીમાં થેલેસેમિયા મુક્ત ભારતના સરકારના સ્વપ્નને સાકર કરી શકાય તે હેતુથી લગ્ન પહેલા થેલેસેમિયા રોગનું પરીક્ષણ અને કાઉન્સેલિંગના મહત્વ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ, જામનગર તેના વિદ્યાર્થીઓ તેમજ કર્મચારીગણ તથા અધિકારીગણના સર્વાંગી આરોગ્ય અને કલ્યાણ માટે આ પ્રકારની પહેલ આગામી સમયમાં પણ ચાલુ રાખશે તેમ સંસ્થાના ડીને જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial