Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૩૦: ખંભાળીયાના ભીંડા સેવા સહકારી મંડળી સંચાલિત ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રમાં અત્યાર સુધીમાં ત્રણ લાખ ગુણી મગફળીની ટેકાના ભાવે ખરીદી થઈ છે. જો કે આ કેન્દ્રમાં ૧૦૩૦૦ ખેડૂતોએ નોંધણી કરાવી હોય ખરીદી છેક ફેબ્રુઆરી સુધી ચાલશે.
ખંભાળીયા મગફળીના ટેકાના ભાવે ખરીદી કેન્દ્રની દ્વારકા જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા, ડે. કલેક્ટર કે.કે. કરમટા, જિલ્લા ખેતીવાડી અધિકારી સ્નેહલ ડઢાણીયાએ મુલાકાત લીધી હતી. ખેડૂતોને તથા ત્યાંના કર્મચારીઓ સાથે ચર્ચા-પૂછપરછ કરી હતી.
કેન્દ્ર ફરી ચાલુ, પ્રશ્ન હલ
ખંભાળીયાના ટેકાના ભાવે મગફળી ખરીદીનું કેન્દ્ર અહીંથી જામનગર મોકલાતી મગફળીની ગાડીઓ ત્યાં વેર હાઉસમાં જગ્યા ના હોવાથી મગફળી ખાલી ના થતાં એક દિવસ કેન્દ્ર બંધ રહ્યું હતું જે પછી વાંકાનેર વેર હાઉસમાં ઉતરવાની વ્યવસ્થા થતાં ફરી ચાલુ થઈ ગયું છે તથા ખરીદી ચાલુ ગઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial