Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર પોલીસના બેંક લોનમેળાને મળી સફળતાઃ ૪૦૦ લોનવાંચ્છુ હાજર રહ્યાઃ
જામનગરમાં લોન લેવા ઈચ્છતા વ્યક્તિઓને સરળતાથી અને ધારા ધોરણ મુજબ લોન મળી શકે તે માટે આયોજન કરવા રેન્જ આઈજી અશોકકુમારે આપેલી સૂચનાના પગલે એસપી પ્રેમસુખ ડેલુના વડપણ હેઠળ જામનગર પોલીસ દ્વારા બેંક લોન ધિરાણ કેમ્પનું પોલીસ હેડકવાર્ટરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૦૦ આસામી હાજર રહ્યા હતા. તેમની સાથે બેંકના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્થળ પર જ નગરના શૈલેષભાઈ રાઘવજીભાઈ વસોયાને રૂ. ૩ લાખ, રઘુવીરભાઈ ભીખુભાઈ ગોહિલને રૂ. ૨.૨૦ લાખ, રાજુભાઈ હીરાભાઈ પરમારને રૂ. ૨.૯૭ લાખ, દીપભાઈ પાલાભાઈ માતંગને રૂ. ૨.૯૭ લાખ, સોનીયાબેન ભરતભાઈ ખાનીયનને રૂ. ૫૦ હજાર, શોયબઅખ્તર શોકતઅલી કેરને રૂ. ૧.૧૫ લાખ તથા અયુબભાઈ હાજીભાઈ ભગાડને રૂ. ૧.૧૫ હજાર સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક તરફથી લોનપેટે આપવામાં આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial