Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા.ર૬: જામનગરના સાંસદ તરીકે સતત ત્રીજી વખત વિજેતા થયેલ પુનમબેન માડમનો ભવ્ય સન્માન સમારોહ ખંભાળીયામાં નવી લોહાણા મહાજનવાડીમાં યોજાયો હતો. જેમાં ખંભાળીયા વિધાનસભા વિસ્તારના ખંભાળીયા-ભાણવડના આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતાં.
આ સાથે વિશાળ રોડ શો યોજાયો હતો અને ઠેર-ઠેર ફટાકડા ફોડી, પુષ્પવર્ષા કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં ન.પા.ના પ્રમુખ રચનાબેન મોટાણી, રાજ્યમંત્રી મૂળુભાઈ બેરા, શહેર પ્રમુખ અનિલભાઈ તન્ના વગેરે આગેવાનો જોડાયા હતાં.
આ અભિવાદન સમારોહમાં સાંસદ પૂનમબેન માડમે છેલ્લા દસ વર્ષમાં જામનગર દ્વારકા વિસ્તારમાં કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા થયેલા વિકાસ કાર્યો જણાવી દ્વારકાનો વિકાસ આગામી સમયમાં દેશનો રોડ મોડલ બનશે તેમ જણાવ્યું હતું. તથા લોકોનો નોંધપાત્ર લીડ માટે આભાર માનીને તમામ પ્રશ્નોનું નિરાકરણ અને તમામ સુવિધા મળશે તેની ખાતરી આપી હતી.
આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી મૂળુભાઈ બેરા, ક્ષત્રિય અગ્રણી પી.એસ. જાડેજાએ પ્રાસંગિક વકતવ્યો કર્યા હતાં. ખંભાળીયા, ભાણવડની સંસ્થાઓ તથા વિવિધ જ્ઞાતિઓ જલારામ મંડળ, રેડક્રોસ, બ્રહ્મ સમાજ દ્વરકા જિલ્લો, સતવારા સમાજ, રાજપૂત સમાજ, આહિર સમાજ, લોહાણા સમાજ, માનવ સેવા સમિતિ, વિવિધ એસોસિએશનો, ગઢવી સમાજ, રઘુવંશી ગ્રુપ, ભરવાડ સમાજ સહિતના સંગઠનો, જ્ઞાતિઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial