Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા કમાન્ડન્ટ દ્વારા આપવામાં આવી ચીમકીઃ
જામનગર તા. ૨૬: હોમગાર્ડઝમાં ફરજ બજાવતા જવાનો પોલીસની અવેજીમાં કાયદો તથા વ્યવસ્થાની ફરજ નિભાવતા હોય છે ત્યારે મહિલા સદસ્ય સહિત બે જવાને તેમજ જામજોધપુરના ઓફિસર કમાન્ડીંગે હોમગાર્ડઝના યુનિફોર્મનો દૂરઉપયોગ કર્યાનું જણાઈ આવતા ત્રણેયને ફરજમોકૂફ કરાયા છે.
હોમગાર્ડઝ દળ તાલીમ અને શિસ્તને વરેલુ દળ છે તેના જવાનો અનુશાસન અને નિષ્ઠા સાથે સેવાકાર્ય કરવા તત્પર રહે છે. હોમગાર્ડઝ કાયદો અને વ્યવસ્થાની ફરજમાં પોલીસની અવેજીમાં હંમેશાં કામ કરે છે ત્યારે જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગિરીશ સરવૈયાના ધ્યાનમાં આવ્યું હતું કે, કેટલાક જવાનો હોમગાર્ડઝ યુનિફોર્મનો દૂરઉપયોગ કરી રહ્યા છે. તે બાબત ગંભીરતાથી લઈ તપાસ કરવામાં આવતા ત્રણ જવાનની બેદરકારી ઉડીને આંખે વળગી હતી.
જામનગરના સિટી બી યુનિટના સભ્ય ઈમરાન એચ. સીપાઈ ગોરીએ હોમગાર્ડઝના યુનિફોર્મ સાથે પોલીસની બેરીકેપ ધારણ કરી પોલીસ તરીકે ફોટો લાગે તે રીતે ફોટો પાડી તેને પોતાના ફેસબુક પ્રોફાઈલમાં મૂક્યો હતો. જ્યારે સિટી સી યુનિટના મહિલા સદસ્યએ હોમગાર્ડઝના યુનિફોર્મમાં એરપોર્ટ જેવા સંવેદનશીલ વિસ્તારમાં રીલ બનાવી તેને પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં સ્ટોરી તરીકે મૂક્યું હતું.
તે બંને હોમગાર્ડઝ સદસ્યને ફરજમોકૂફ કરવાનો હુકમ કરાયો છે. તે ઉપરાંત જામજોધપુર યુનિટના ઈન્ચાર્જ ઓફિસર કમાન્ડીંગ યોગેશ જોષીએ પ્લાટુન કમાન્ડન્ટની રેન્ક ધરાવતા ન હોવા છતાં તે હોદ્દાના ક્રોસ બેલ્ટ, પી કેપ, મેપલ લીઝ ધારણ કરતો ફોટો પાડી પોતાના વોટ્સએપના ડીપીમાં મૂક્યો હતો. તે ઓફિસરને પણ તાત્કાલિક અસરથી ફરજમોકૂફ કરવામાં આવ્યો છે.
જિલ્લા કમાન્ડન્ટ ગિરીશ સરવૈયાએ જણાવ્યું છે કે, નિવૃત્ત થઈ ગયેલા અધિકારી, સદસ્યોએ નિવૃત્તિ પછી અન્ય સંસ્થાના આઈડી કાર્ડ બનાવવા માટે દળના યુનિફોર્મ સાથેના ફોટાનો ઉપયોગ કર્યાે હોવાનંુ પણ જણાઈ આવ્યું છે ત્યારે નિવૃત્તિ પછી દળના નિવૃત્ત જવાનોએ પોતાનું આઈડી જે તે સંસ્થામાં જમા કરાવી સિવિલ ડ્રેસવાળા ફોટા સાથેનું આઈડી કાર્ડ મેળવી લેવું અન્યથા તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવા ફરજ પડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial