Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્યમંત્રીને ઉદ્દેશીને કલેકટરને આવેદનપત્ર
જામનગર તા. ર૬: ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત પૂરી કરવાની માંગ સાથે મુખ્યમંત્રીને ઉદેશીને લખવામાં આવેલ આવેદનપત્ર જામનગર જિલ્લા કલેકટરને પાઠવાયું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી દુર્ગેશ ગડલીંગ કે.પી. બથવાર વગેરેએ આજે પાઠવેલ આવેદનમાં રજુઆત કરવામાં આવી હતી કે રાજ્યની ૧૬૦૬ શાળા માત્ર એક શિક્ષકથી ચાલે છે. ૩ર હજારથી વધુ શિક્ષકો અને ૩૮ હજારથી વધુ ઓરડાની ઘટ છે. ૧૪૬પર શાળામાં એક વર્ગખંડમાં એક કરતા વધુ ધોરણના વિદ્યાર્થીને અભ્યાસ કરાવવામાં આવે છે.
રાજ્યની ૩૮ હજાર સરકારી શાળામાંથી પ૬૧ર શાળા ઓછી સંખ્યાના નામે મર્જ કરવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષમાં માત્ર ૧૧ સરકારી શાળાને મંજુરી મળી છે. જ્યારે પર૬ ખાનગી શાળાને મંજુરી મળી છે. રાજ્યમાં રપ૭૪ શાળા જર્જરિત ઓરડા ધરાવે છે. જ્યારે ૭પ૯૯ શાળામાં હજુ પતરાની છત હેઠળ અભ્યાસ ચાલે છે. ધો. ૮ પછી ૧ લાખ ૧૪ હજાર વિદ્યાર્થીએ અભ્યાસ છોડી દીધો છે. એટલે કે માધ્યમિક પ્રવેશ લીધો ન હતો.
ટેટ-૧ પાસ ૩૯૩૯પ અને ટેટ-ર પાસ ર૩પ૯પ૬ ઉમેદવારો છે ઉપરાંત માધ્યમિકમાં ટાટ ૭પ૩ર૮, માધ્યમિક દ્વીસ્તરીય ટાટ ર૮૩૦૭ અને ઉચ્ચતર દ્વીસ્તરીય માધ્યમિક ૧પરપ૩ ઉમેદવારો પરીક્ષા પાસ કરી છે. આમ કુલ ૩ લાખ ૮૩ લાખથી વધુ ઉમેદવારો શિક્ષક બનવા યોગ્ય પરીક્ષા પાસ કરી છે.
ર૦રરમાં ટેટ-૧ પાસ થયેલ ર૩૦૦ અને ટેટ-ર પાસ થયેલ ૩૩૭૮ ઉમેદવારોની ભરતી કરવામાં આવી હતી. જ્યારે માધ્યમિક, ઉચ્ચ માધ્યમિકમાં કોઈ ભરતી કરવામાં આવી નથી. ર૦ર૩ માં પણ ભરતી થઈ નથી. આથી રાજ્યની તમામ શાળામાં શિક્ષકોની અછત દૂર કરવી જોઈએ અને અવશ્યક સુવિધા પૂરી પાડવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial