Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત
જામનગર તા. ૨૬: જામનગર પોલીસ દ્વારા યોજવામાં આવેલા લોનમેળા અંતર્ગત તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ એક આસામીનો બાર વર્ષ પહેલા જપ્ત થયેલો રૂ. ૬ લાખનો મુદ્દામાલ પરત કરાયો છે. તે ઉપરાંત વ્યાજખોરી અંગે ફરિયાદ કરવા એક અલગ ટેબલ રખાયું હતું. ત્યાં અનેક ફરિયાદો આવી મળી છે.
જામનગરના પોલીસ હેડ કવાર્ટરમાં ગઈકાલે એસપી પ્રેમસુખ ડેલુના વડપણ હેઠળ જરૂરિયાતમંદ નાગરિકો માટે લોનમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની સાથે તેરા તુજકો અર્પણ પ્રોજેક્ટ અંંતર્ગત કોઈ આસામીની મિલકત અથવા મુદ્દામાલ પોલીસતંત્ર પાસે જમા હોય તો તેને પરત અપાવવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
જામનગરના એક આસામીનો રૂ. ૬ લાખનો મુદ્દામાલ વર્ષ ૨૦૧૨માં પોલીસે કબજે કર્યાે હતો. તે આસામીના ઘરમાં ચોરી થઈ હતી અને પોલીસે તેને ડીટેક્ટ કરી મુદ્દામાલ જપ્ત કર્યાે હતો. તે વસ્તુઓ અદાલતની કાર્યવાહી પૂર્ણ થયા પછી ગઈકાલે ઉપરોક્ત પ્રોજેકટ હેઠળ પરત અપાઈ છે.
તે ઉપરાંત ગઈકાલે લોન મેળામાં એસપી પ્રેમસુખ ડેલુની સૂચનાથી એક અલગ ટેબલની વ્યવસ્થા કરાઈ હતી. કોઈ નાગરિક વ્યાજખોરીના વિષચક્રમાં ફસાયા હોય કે ઓનલાઈન લોન મેળવવાના બહાને ચીટીંગનો ભોગ બન્યા હોય તો તેઓને આ ટેબલ પર ફરિયાદ નોંધાવવા માટે વિશેષ વ્યવસ્થા કરાઈ હતી. તે ટેબલ પર અનેક ફરિયાદ પ્રાપ્ત થઈ છે. તેના ઉકેલ માટે પોલીસ દ્વારા પ્રયત્ન શરૂ કરાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial