Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લિકર કેસ સંદર્ભે રાઉઝ એવન્યુ કોર્ટમાં
નવી દિલ્હી તા. ર૬: આજે લિકર કેસ સંદર્ભે રાઉઝ રેવન્યુ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી, તે દરમિયાન કેજરીવાલની તબિયત લથડતા તેઓને અન્ય રૂમમાં શિફ્ટ કર્યા છે. સીબીઆઈએ જેલમાંથી તેમની ધરપકડ કર્યા પછી પાંચ દિવસની કસ્ટડી માંગી હોવાનું જાણવા મળે છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે (ર૬ જૂન) રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં, જ્યાં લિકર પોલિસી કેસના મામલે સુનાવણી હાથ ધરવામાં આવી રહી હતી, ત્યારે સુનાવણી દરમિયાન કેજરીવાલની અચાનક તબિયત લથડી છે.
આમ આદમી પાર્ટી હાલમાં તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. અગાઉ દિલ્હીના મંત્રી અને આપ નેતા આતિશીની તબિયત લથડી હતી. ત્યારે હવે પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલની તબિયત પણ લથડી ગઈ છે. સીબીઆઈ દ્વારા ધરપકડ કરાયા પછી કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં જ્યાં લિકર પોલિસી કેસની સુનાવણી ચાલી રહી હતી તે દરમિયાન કેજરીવાલની તબિયત લથડી છે.
સૂત્રો પરથી મળતી વિગતો મુજબ અરવિંદ કેજરીવાલે કોર્ટમાં કહ્યું કે, 'તેમનું શુગર લેવલ નીચે જઈ રહ્યું છે. તે નર્વસ ફીલ કરી રહ્યા છે.' ત્યારપછી કેજરીવાલને કોર્ટ રૂમમાંથી બહાર બીજા રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા હતાં. અગાઉ બુધવારે સીબીઆઈએ લિકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલની કોર્ટરૂમમાંથી ધરપકડ કરી હતી. દિલ્હી કોર્ટના વેકેશન જજે સીબીઆઈને કોર્ટ રૂમમાં પૂછપરછ કરવાની પરવાનગી આપ્યા પછી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર કેજરીવાલની સીબીઆઈએ ધરપકડ કરી હતી. કોર્ટે સીબીઆઈને તેની ધરપકડ માટે જે સામગ્રી છે તે રેકોર્ડ પર મૂકવા પણ કહ્યું હતું. છેલ્લા અહેવાલો મુજબ સીબીઆઈએ કેજરીવાલની પાંચ દિવસની કસ્ટડી માગી છે.
અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા આ વર્ષે ર૧ માર્ચે લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરીંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તે આ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે. દિલ્હી હાઈકોર્ટે મંગળવારે (રપ જૂન) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ટ્રાયલ કોર્ટ દ્વારા પસાર કરાયેલા જામીનના આદેશ પર સ્ટે મૂક્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial