Advertisement
Author: નોબત સમાચાર

ઓખામાં મહિલા બુટલેગરના દારૂના વ્યવસાયનો વીડિયો થયો વાયરલ

પોલીસની આબરૂ પર ફરી ગયું પાણીઃ

ઓખા તા. ૨૬: ઓખામાં એક મહિલા બુટલેગર દ્વારા સરાજાહેર દેશી દારૂનું વેચાણ કરાતું હોય અને ત્યાં પીવા માટે ઘરાક આવતા જતા રહેતા હોય તેવો વીડિયો દ્વારકાના સોશિયલ મીડિયામાં વહેતો થતાં પોલીસની આબરૂનું ધોવાણ થયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક તરફ નશાનું નેટવર્ક તોડવા માટે એસપી નિતેશ પાંડે હુંકાર ભરી રહ્યા છે અને અવારનવાર દરીયાકાંઠેથી ઝડપાતા કરોડોનાં ડ્રગ્સને પોલીસ પોતાની સફળતા ગણાવે છે ત્યારે બીજી તરફ ઓખામાં દેશી દારૂના હાટડા ખુલ્લેઆમ ધમધમતા હોવાનો કથિત વીડિયો વાયરલ થયો છે.

ઓખામાં કુખ્યાત મહિલા બૂટલેગર ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરી રહી હોવાનો વીડિયો સોશિયલ મિડીયામાં વહેતો થયા પછી ફરી એક વખત ઓખામાં નશાના કારોબારને સમર્થન મળ્યું છે. આ વિડીયો નવીનગરી વિસ્તારનો હોવાની ચર્ચા છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અખબાર તથા ઇલેક્ટ્રોનિક મિડીયામાં પણ ઓખામાં 'બૂટલેગર રાજ'ના અહેવાલો ચમકી ચૂક્યા છે ત્યારે ફરી એક વખત ઓખામાં મહિલા બૂટલેગરનો કથિત વિડીયો વાયરલ થતા ખળભળાટ થયો છે. નશાના કારોબાર માટે કુખ્યાત રહેલા ઓખામાં ફરી એક વખત સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉભો થયો છે.

ખાખીની મિલીભગત સિવાય આ રીતે બૂટલેગર રાજ શક્ય જ ન બને એવી ચર્ચાને પગલે પોલીસની શાખ માટે એસપી નિતેશ પાંડે માટે પણ આ મુદ્દે કાર્યવાહી કરવી જરૂરી બની જાય છે.

પીધેલાને પકડી સંતોષ માની લેતી સ્થાનિક પોલીસ..!

લાંબા સમયથી દેશી વિદેશી દારૂ બાબતે ઓખા ગામ અને બંદર વિસ્તાર પ્રખ્યાત છે. અવારનવાર દારૂના વેચાણ સંબંધિત વીડિયો વાયરલ થાય છે પરંતુ સ્થાનિક પોલીસ દ્વારા પીધેલાઓને પકડી સંતોષ માની લેવામાં આવે છે ત્યારે દારૂના ધંધાનું દૂષણ ડામવામાં પોલીસ નિષ્ફળ નીવડી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh