Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાંઠા વગરના જોખમી ખુલ્લા કૂવા બંધ કરવા માગણી

ખંભાળિયા તા. ર૬: ખુલ્લા બોરમાં નાના બાળકો પડી જવાના બનાવો બનતા તંત્રએ બોર બંધ કરવા કડક અમલ શરૂ કર્યો છે, પણ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાસ કરીને ખંભાળિયા-ભાણવડ પંથકમાં મોતને આમંત્રણ આપતા અસંખ્ય ખુલ્લા કૂવા, કાંઠા વગરના અવાવરૂ કૂવા છે. જેમાં ગાય, બળદ, નાના-મોટા પ્રાણીઓ પડી જવાના બનાવો અવારનવાર બને છે. કૂવો બને ત્યારે તેમાં પાણી ના નીકળે એટલે ખુલ્લો છોડી દેવાય છે. પાણીના તળ ઊંડા ઉતરે અને કૂવો સૂકાય જાય એટલે નકામો થઈ જાય છે. ખેડૂતો કે ઉપયોગ કરનારા કે કૂવો કરનારા કૂવાને ખુલ્લો છોડી દ્યે છે. આવા ખુલ્લા જોખમી કૂવાઓનો સર્વે કરાવી તેને પૂરી દેવા કે તેને ફરતે પાળી કરવા અશોકભાઈ ભટ્ટ, દેસુરભાઈ ધમા વગેરેએ રજૂઆત કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh